________________
શ્રીયુત મોતીચંદભાઈએ પિતાની જેલજીવન દરમ્યાન મૂળ અંગ્રેજી ગ્રંથના આધારે આ પુસ્તક તૈયાર કર્યું છે. પૂરવણ વિગેરેથી અલંકૃત કરવામાં પણ એમણે ખૂબ શ્રમ લીધે છે. શ્રીયુત મોતીચંદભાઈ જેવા એક સાહિત્યપ્રેમીની લેખિનીથી શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યનું જીવન આલેખાય એ ખરેખર એક મોટું સૌભાગ્ય છે.
શ્રી હેમચંદ્રાચાર્યની જીવનકથા એ માત્ર જીવનચરિત્ર જ નથી. એ એક ઐતિહાસિક પ્રસંગ છે. ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસનું સોનેરી પ્રકરણ છે. જૈન તેમજ જૈનતર, કથારસિક તેમજ જીવનચરિત્રના અભ્યાસીને પણ આ પુસ્તકમાંથી ઘણું પ્રામાણિક તેમજ ઉપયોગી સામગ્રી મળી રહેશે એ વિષે અમને સંપૂર્ણ ખાત્રી છે.
પ્રકાશક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com