________________
નિવેદન
કથા એ લેકભોગ્ય સાહિત્ય છે. કથા કહેવાની શૈલી અને કથા દ્વારા આધ્યાત્મિક રહસ્ય ખુલ્લું કરી બતાવવાની પદ્ધતિ, પ્રથમથી જ જૈન સાહિત્યસેવીઓ, જૈન ધર્મના ધુરંધરને વરી ચૂકી હતી. કથાનુગ એ જૈન શાસનના ચાર સ્ત પિકીને એક મુખ્ય સ્તંભ મનાય છે. કથા સાહિત્યને જેટલું જૈનાચાર્યોએ ખીલવ્યું છે તેટલું બીજા કેઈએ ભાગ્યે જ ખીલવ્યું હશે.
જૈન” પત્રે પણ ભેટના પુસ્તકમાં કથા સાહિત્ય ઉપર જ વધુ પક્ષપાત રાખે છે. ઐતિહાસિક કથાઓ દ્વારા જૈન શાસનના પ્રાતઃસ્મરણીય પુરૂને કંઈક પરિચય કરાવો અને એ રીતે જૈન સંઘની અસમતા કેળવવી એ અમારે મુખ્ય આશય રહે છે.
કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનું નામ આજે કેઈથી અજાયું નથી. “સર્વતે મુખી પ્રતિભા ” ને લીધે શ્રી હેમચંદ્રાચાર્ય આજે ઈતિહાસમાં તેમજ સાહિત્યમાં પણ એક સમર્થ જતિર્ધર રૂપે પૂજાય છે–પ્રશંસાય છે. તેઓ એક તરફ જેમ કુશળ રાજનીતિવિશારદ હતા તેમ બીજી તરફ સાહિત્ય અને શાસનના પ્રભાવક પુરૂષ હતા. - વ્યાખ્યામાં તેમજ વાર્તાઓમાં ઘણી વાર શ્રી હેમચંદ્રાચાર્યનું નામ આપણે સાંભળીએ છીએ. બહુ બહુ તે એમના પ્રભાવ અને પ્રતાપની વાતે આપણને આશ્ચર્યસ્તબ્ધ કરે છે. એમનું શૃંખલાબદ્ધ ચરિત્ર પ્રાયઃ આ પહેલી જ વાર પ્રકટ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com