________________
(૨૧૦) સંપકરે (શાંતુ?) કર્યો હતો. નાંદિને પ્રથમ શ્લોક, નાગાનંદ કવિના મંગળાચરણનું અનુકરણ કરીને જિનને ઉદેશીને લખવામાં આવે છે. કવિ પિતે પહેલા અંકમાં દશમા શ્લેકમાં કહે છે તેમ એ નાટકને નાયક (મુખ્ય પાત્ર) ભીમદેવ રાજાને પુત્ર કર્ણ હતા. આ કર્ણરાજાએ વિક્રમ સંવત ૧૧૦૦ થી ૧૧૫૦ સુધી રાજ્ય કર્યું હતું. અણહિલવાડના રાજદરબારમાં જૈનેની લાગવગ પુરાણું ગ્રંથની પ્રશસ્તિઓમાંથી મળી આવે છે. શરૂઆતના ચૌલુકય રાજાઓની નીચે અનેક જેને મોટા રાજ્યાધિકારીના સ્થાનપર હેવાને અને ખાસ કરીને નાણું પ્રકરણ ખાતાઓમાં હેવાને તેમાં ઉલ્લેખ છે.
૭૮ આ વાત કુમારપાળ ચરિત્ર પૃ. ૧૭૭ અને ત્યારપછીના પાનાએમાં મળી આવે છે અને તેની અંદરની હકીકત આ પ્રમાણે
જ્યારે કુમારપાળ જેન ધર્મ તરફ વલણ બતાવવા લાગે ત્યારે બાહ્યએ રાજાચાર્ય દેવબોધિને લાવ્યા. એ એક મહાન યોગી હતા. એણે દેવી ભારતિને પિતાને વશ કરી હતી, એને જદુ વિદ્યા આવડતી હતી અને એને ભૂતકાળ અને ભવિષ્યકાળનું જ્ઞાન હતું. રાજાને ખબર પડી કે દેવબોધિ અણહિલવાડની નજદીકમાં આવેલ છે, એટલે તેણે તેને ખૂબ માનપૂર્વક સત્કાર કર્યો અને તેને પોતાના રાજમહેલમાં લઈ ગ. દિવસનો મોટો ભાગ આદરસત્કારની ક્રિયામાં પસાર થઈ ગયો. બપેર પછીના ભાગમાં રાજાએ શાંતિનાથના એક ચિત્ર (છબી) નો પૂજા આખા રાજદરબારની હાજરી વચ્ચે કરી. તે વખતે દેવધિએ જૈન ધર્મમાંથી અટકાવવા માટે ઠપકે આ. ભાર કુમારપાળે અહિંસાના સિદ્ધાન્તને અને જેને ધર્મની પ્રશંસા કરી અને શ્રોત ધર્મની હિંસાને કારણે અવહેલના કરી. ત્યારે દેવબોધિએ બ્રહ્મા, વિષ્ણુ અને શિવને તથા મૂળરાજથી માંડીને તેની પછી ગાદીએ બેસનાર કુલ સાતે ચૌલુકય રાજાને ખડા કર્યા અને તેઓએ વેદધર્મની તરફેણમાં સંભાષણ કર્યું. બીજે દિવસે પ્રભાત "મચંદે દેવાવિના કામ કરતાં પણ ભારે જબરજસ્ત પ્રયોગ કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com