________________
(૧૬૫ )
प्रतीतः सफलसिद्धान्तोपनिषन्निषण्णाधिः (ष्ण धीः) षट्त्रिंशत (ता) गुणैरलंकृततनुर्गुरुभिः सूरिपदेऽभिषिक्तः । इति मन्त्री (न्त्र्यु) उदयनोदितं जन्मप्रभृतिवृत्तांतमाकर्ण्य नृपतिर्मुमुदेतराम् |
એટલા ઉપરથી સામચંદ્ર એવું ખીજું નામ છે તે જાણતા નથી. તેઓ એમ સ્થાપન કરે છે કે હેમચંદ્રના ખાલ્યસબધી હકીકત ઉદયન કુમારપાળ રાજાપાસે કરે છે તેમાં ગંભીર તિહાસવિપયય ( Anachronism ) છે: ઉદયન ગુજરાતમાં વિક્રમ સંવત ૧૧૫૦ માં ઉતરી આવ્યેા અને કુમારપાળ વિક્રમ સંવત ૧૧૯૯ માં ગાદીપર આવ્યા અને આ વાત થયા પહેલાં એણે અનેક મહાસંગ્રામેા કરેલા છે એમ ધારવામાં આવે છે તે તે વખતે ઉડ્ડયન જીવતા હેાવાના સંભવ લાગતા નથી.
જિનમ નકૃત કુમારપાળ ચરિત્ર પૃ. ૩૧ પંક્તિ ૧૨થીમાંડીને પૃ. ૩૬ ૫ક્તિ ૫-સુધીમાં હેમચંદ્રની ઉમેદવારીને અંગે ઘણી ખાખતા જણાવે છૅ, પણ તે સર્વાં વિચિત્ર વાત છે. હવે તે જણાવે છે (પૃ. ૩૧-૪૨) સામદેવને હેમચંદ્ર તું નામ આપવામાં આવ્યું કારણ કે એક ધના નામના શેઠીઆને ધેર એણે પેાતાની ઉમેદવારીની શરૂઆતમાં ક્રાલસાનું સેાનું હૅમ) બનાવી દીધું. ત્યારપછી પૃ. ૩૬ ઉપર એ પાછા પેાતાની જ વિરૂદ્ધ લખાણ કરે છે અને ત્યાં એ બહુધા પ્રભાવક્રરિત્રને મળતા થાય છે. ત્યારપછી સામચંદ્રની એક મુસારી અને દૈવીદનને બદલે એ બે મુસાીની વાત ખાલે છે. પ્રથમની મુસાફરી કાશ્મીરની હતી અને બીજી મુસાફરી ગૌડ દેશની હતી. એની સાબતમાં વેદ્રસૂરિ અને પ્રસિદ્ધ ટીકાકાર મલયગિરિ હતા. પ્રથમ પ્રસંગે દેવી સરસ્વતી દેખા દે છે અને બીજી વખત શાસનદેવતા દેખા દે છે. છેવટે તે એમ કહે છે કે ધનદ (ધાનડ) નામના શેઠ "એમના ગુરૂની અને સંધની પરવાનગીથી વિક્રમ સંવત ૧૧૬૬ માં આચાર્યની પદવી અપાવે છે. આ તારિખ જિનમ`ડનમાં ત્રણ વખત આવે છે અને તે ત્રણે વખત એકસરખી છે અને તે અગાઉ ; ઉતારેલ પ્રભાવ ચરિત્રની ગાથા અને ભાંડારકરના શેષખાળના રિપોર્ટ (વર્ષ ૧૮૮૩–૮૪. પૃ. ૧૪ ) સાથે મળતી આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com