________________
( ૨ ) ૨૨૨ થી ભાઉદાજીએ એક નાનો ઉલ્લેખ કર્યો છે, આટલાથી આ હકીકત પૂરી થાય છે. મી. ફાર્બસે જે હકીકત ઉક્ત લેખમાં લખી છે તે મેરૂતુંગાચાર્યના પ્રબંધચિંતામણિ માં જે વાત લખી છે તેનું બહુધા પુનલેખન છે. એ ગ્રંથમાં જે જે બનાવે ચિતરવામાં આવ્યા છે એને ઐતિહાસિક સાલવારીવાર વધારે સારી રીતે ગોઠવવામાં આવ્યા છે અને દેખીતી રીતે જે અશકય હકીકતે હોય તેને કાઢી નાખવામાં આવી છે અને સંપ્રદાયથી ચાલી આવતી દંતકથાઓને ફાર્બસે ઉલ્લેખને છેડે ઉમેરી છે. સાધનેને આવા પ્રકારનો ઉપયોગ કરવાની હકીકત ફાર્બસની કૃતિને બરાબર અનુરૂપ છે, કારણ કે એ ગ્રંથ ગુજરાતના ઇતિહાસને લાક્ષણિક અભ્યાસ હોવાને દાવો કરતું નથી, પણ તેના ગ્રંથના નામાભિધાન પ્રમાણે એ ઐતિહાસિક દંતકંથાઓ(રાસ)ને સમુચ્ચય (સંગ્રહમાળા–એકીકરણ) છે.
રાસમાળા (ફાર્બસની) ઈ. સ. ૧૮૫૬ માં બહાર પડ્યા પછી પાશ્ચાત્ય હિંદના જૈન ભંડારની શોધખેળે હેમચંદ્રના ઈતિહાસ માટે ઘણાં નવીન સાધને મોટા પ્રમાણમાં જાહેરમાં આણ્યાં છે. એક બાજુએ “પ્રભાવક ચરિત્ર” “પ્રબંધકેશ”
ત્રાષિમંડળ તેત્રની ટીકા” અનેક “કુમારપાળ ચરિત્રો અથવા “કુમારપાળ રાસ” જેવી કેટલીયે કૃતિઓ માલુમ પદ્ધ આવી છે, અને તે સર્વ કૃતિઓ કળિયુગના એ મહાન ધર્માચાર્ય (કલિકાલસર્વજ્ઞ) ના જીવનવૃત્તને ઓછે-વધતે અંશે વર્ણવે છે. અને બીજી બાજુએ હેમચંદ્રની પિતાની લગભગ સઘળી કૃતિઓ હવે ઉપલબ્ધ થઈ છે અને તે સંપૂર્ણ મળી આવે છે. આવી રીતે પછવાડેની કૃતિઓમાં અન્ય દ્વારા જે હકીકત મળી આવે છે તેની સરખામણું હેમચંદ્રની જાત અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com