________________
તાથી સંસ્પર્શ કરે છે, કેવી બાહોશીથી છણાવટ કરે છે, પ્રત્યેક વાકય માટે આધાર ટાંકવાની કેટલી આતુરતા રાખે છે અને વિશેષ શેખેળને અવકાશ કાયમ રાખી કઈ વાતને છેવટનો નિશ્ચય કરી બેસતા નથી. તેનો પૂરા આ ગ્રંથ આપે છે. યુગના થર બાઝયા હોય ત્યાં પૃથક્કરણ દ્વારા પ્રકાશ પાડવા કેટલે દીર્ઘ પ્રયાસ કરે છે અને અસાધારણ પ્રયાસથી કેવું વાંચન એગ્ય પરિણામ લાવી શકે છે તે વિચારવા ચગ્ય આ ગ્રંથ છે. શ્રી હેમચંદ્રચરિત્ર એટલી વિવિધ હકીકતોથી પૂર્ણ છે, તેઓશ્રીનું જીવન પણ એટલી પરિસ્થિતિઓમાંથી પસાર થયેલ છે કે તેના સંબંધમાં હજુ ઘણા ગ્રંથ લખવાની જરૂર છે, ઘણી શોધખેળ થવાની જરૂર છે, ઘણી ચર્ચાઓ કરવાની જરૂર છે.
શ્રી હેમચંદ્રાચાર્યનું ખરું મૂલ્ય તેઓની વિવિધતા અને સર્વદેશીયતા છે. તેમણે વ્યાકરણ, કાવ્ય, ન્યાય, કેશ, ચારિત્ર, ગ, સાહિત્ય, છંદ–કઈ પણ વિષય જતે કર્યો નથી અને પ્રત્યેક વિષય પરત્વે અતિ વિશિષ્ટ સેવા કરી છે. જનતા એમના કેશે તપાસે, કે વ્યાકરણ ભણે, રોગ જુએ કે અલંકાર જુએ, એમની પ્રતિભા સાર્વત્રિક છે, એમને અભ્યાસ પરિપૂર્ણ છે, એમની વિષયની છણાવટ સર્વાવયવી છે. એવા મહાન પુરૂષને બરાબર ન્યાય આપવા માટે તે અનેક મંડળ આજીવન અભ્યાસ કરે ત્યારે કાંઈ પરિણામ બતાવાય.
વર્તમાન ગુજરીગિરાના મૂળ એમની વાણીમાં છે, એમના પ્રત્યેક ગ્રંથમાં સાક્ષરતા છે, એમના રાજકારણમાં ઔચિત્ય છે, એમના અહિંસાપ્રચારમાં દીર્ઘદ્રષ્ટિ છે, એમના પ્રચારકાર્યમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com