________________
# “જયપમ પ્રકાશનને પુણ્ય પ્રારંભ પૂ. જિનશાસનપ્રભાવનાપરાયણ, પ્રખર પ્રવચનકાર, પંન્યાસ પ્રવર શ્રી ગુરુદેવ શ્રીચદ્રશેખરવિજયજી મહારાજના સુવિનીત શિષ્યરત્ન અને મારા અન તેપકારી, પરમ હિતવત્સલ, પરમ સંયમમૂર્તિ, મારા સાંસારિક પિતાજી, ગુરુદેવ મુનિરાજ શ્રી જયચન્દ્ર વિજયજી મહારાજની પ્રવર્તમાન સુંદર સંયમજીવનની અનુમોદનાથે–
તથા પૂ. વર્ધમાન તપોવારિધિ, સહજ સુંદર ક્ષમામૂતિ, સાવી શ્રી જિનેન્દ્રશ્રીજી મહારાજ સા. ના સુવિનીત શિષ્યા અને મારા અનોપકારી, ૨૨ વર્ષની નિર્મળ સંયમજીવનની સાધના સાધીને, તેની જ ફલશ્રુતિ રૂપે વાંછનીય સુંદર સમાધિમૃત્યુને સાધી જનારા-મારા માતુશ્રી સામવીશ્રી
પદ્યયશાશ્રીજી મહારાજની પુનિત સ્મૃતિ નિમિત્તે આરંભ થાય છે આ “જયપ પ્રકાશનને ! તેનું આ છે પ્રથમ પુષ્પ : ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
હેમચન્દ્રાચાર્ય આપના કરકમલમાં મૂકતાં અમે અતિ આનંદ અનુભવીએ છીએ.
– ધનંજય છે. જેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com