________________
આ કવિએ પિતાના આશ્રયદાતાની ભત્સના કરી હતી. ઉક્ત રાજ્યનીતિને ગ્રન્થ ૧૮૧૪માં લખાયેલું હતું.
जसु न जावे जामसु, बड भाटन कोटेक तेरे मांगन बहुत है, मेरे भूप अनेक राजाके वजीरनको सबै लोक जसुराम
तमोली के पान ज्यों सेवारबेई चाहिये राजनीति राजके बजीरनकुँ जसुराम
गुड ही ते मरे वाको विष तेन मारीये चातुक दादुर मोर छिति सदा निवाहत नेह । नृप ऐसे जसु चाहिये जैसे चाहिये मेह ॥
(દીપાવંત જાનકી) મોરબીના રહીશ હીરાચંદ કાનજી એમણે પણ ભાષાને અભ્યાસ સાર કર્યો હતો. એમણે અમદાવાદ થડે સમય વસી તે અરસામાં “હીરા શૃંગાર” નામનું હિંદીમાં નાનું કાવ્ય લખ્યું હતું. આ “હીરા શૃંગાર” અને “સુંદર શૃંગાર” બન્ને એમણે છપાવી પ્રસિદ્ધ ક્ય હતાં. એમણે “પિંગળાદર્શ” નામે એક પિંગળને ગ્રન્થ બનાવ્યો છે. એ ગ્રન્થમાં એમણે લખેલે “રેનકી છંદ” ઠીક છે. આ કવિ કવીશ્વર દલપતરામજી અને નર્મદાશંકર કરતાં પોતાને બહુ ચઢિયાત માનતે. અને વાતમાં “દલ” અને “નરમ” એવા શબ્દ વાપરતે. નર્મદાશંકરના માટે તો એણે એક નહાની પચ્ચીસેક પાનાની ચોપડી શિલા પ્રેસમાં છપાવી હતી, જેનું નામ આડંબર ભર્યું “મિથ્યાભિમાન મત ખંડન” એવું આપ્યું હતું અને એમાં વિવેક બહાર જઈને લખાણ કર્યું હતું. એના લખેલા કાવ્યાદર્શ નામે પિંગળમાં આવેલા “રેનકીદ” નું ઉદાહરણ આપશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com