________________
તેમણે વકફ વગેરે કે માગે તે સંબંધી કહેલું કવિત पाडा हुके कांध जेसी, फलै तीन फसलको
गामके समीप जासों कालहमें जीजीये। खातरकी भारी काली, रहत रसाली सदा
देख देख कुनबीको मनहु पतीजीये । वाड झाड गाढ बहु, घटा ज्यौं घमंडे रहै
त्रांबापत्र लीखवाय एसी जमी दीजीयै । दामाजी के नंद गाजी, सुनियै श्रीमानाराव
आदित कवेसर दरिद दूर कीजियै । ગાયકવાડે રીઝને આદિતરામજીને ગામ આપ્યું હતું. તેમજ ખાડિયામાં પાંચ-છ ઘર વેચાતાં લઈ પાડી નાંખીને ભવ્ય હવેલી બનાવરાવી આપી હતી. અધ્યાપિ ખાડિયામાં આ હવેલીવાળી પોળ આદિતરામજીનું રહેઠાણ હોવાને લીધે કવીશ્વરની પળના નામથી પ્રસિદ્ધ છે.
આદિતરામજીનું અવસાન ચેપન વર્ષની ઉમ્મરે થયું હતું. તેમના પછી તેમના ભાઈ ભારામના પુત્ર નરોત્તમરામ અને એમના દીકરા ઉત્તમરામે પણ કવિતાને અભ્યાસ કર્યો હતે. આદિતરામજીને પુત્ર ન હોવાથી તેમના દોહિત્ર વગેરે એમનું વતન છેક હમણાં સુધી ખાતા હતા. એમના વંશજોએ “કવીશ્વર”નું અવટંક ધારણ કર્યું છે. બાબી નવાબેએ આપેલાં વર્ષાસને કવિ ઉત્તમરામજીને મળતાં. ઉત્તમરામજી બાબી વિલાસમાં બાબી વંશની નવી હકીક્ત ઉમેર્યું જતા.
• કવીશ્વર દલપતરામજીએ ના કહ્યા પછી કવિ ઉત્તમરામજીએ મને સુંદર માર ચીખવ્યો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com