________________
વખતમાં કેટલાક માણસે વ્રજમાં સારી કવિતા લખતા. વૃજભાષામાં લખવાના મેહ જૂના કાળથી અસ્તિત્વ ધરાવે છે. અને જૂના કાળમાં પણ ઘણા ગુજરાતીએએ વૃજભાષામાં સારાં કાવ્યે લખ્યાં છે.
પણ ભાષાને અંગે અમે પ્રથમ કહ્યું છે તે ફરીથી કહીશું, કે એ ભાષા શુદ્ધ વૃજભાષા નહતી. હિંદી અને ફારસી વગેરેના મિશ્રણથી ઉત્પન્ન થતી ઉર્દૂમાં જ કેટલા ભેદ જણાય છે ? ઉત્તર હિંદુસ્તાનમાં ખેાલાતી ઉર્દૂ અને આપણી તરફના મુસલમાન ભાઈએ ખેાલે છે તે ઉર્દૂ, એમાં ગાડાગમે તફાવત છે. સુશિક્ષિત હેાય તે સિવાય ઉત્તરહિંદની સંસ્કારી ઉર્દૂ અહીંના સામાન્ય મુસલમાન સમજી યે શકે નહિ. એટલે ગામડાંઓમાં અને કસ્બાઓમાં ખેલાતી ઉર્દની તા વાત જ કરવાની નથી. “ અખી તલગ ચ્યાં જયા તા. એવું ખેલનાર પણ ઉર્દૂ-મુસલમાની જ ખેાલે છે કની !
cr
73
-
આવી પરિસ્થિતિમાં ભાષા શુદ્ધિની બાબત ઉપર આડાકાન કરીને ગુજરાતી કવિયેાએ વૃજમાં શું શું લખ્યું છે તે જ જોઇશું. બનશે ત્યાંસુધી દરેક કવિની કવિતામાંથી વાનગી આષવાના પ્રયત્ન પણ કરીશું. આ સંબંધે કહેવું પ્રાપ્ત થાય છે કે યથાસ્થિત લખતાં જરૂરના ગ્રન્થા ઉપલબ્ધ થઈ શક્તા નથી. પ્રયાસ કર્યાં છતાં બધા ગ્રન્થાને પત્તો લાગતા નથી. પત્તો લાગે તે ચે જીનાં પુસ્તકા મળવાં સુલભ નથી. આમ હેાવાથી કવિયેાની ભાષા શુદ્ધિને અંગે કહેવું એ
શક્ય નથી.
જૂના વિયેાની વાત કરતાં છેક નરિસંહ મહેતા અને ભાલણના સમયથી ગુજરાતીઓએ હિંદીમાં લખ્યું હોય એમ જણાય છે. ભાલણુના દશમ–કધમાં વૃજભાષાનાં પદા દષ્ટિગોચર થાય છે. એ બધાં ભાલણનાં લખેલાં ન હેાઈ એમાં કેટલાક ભાલણનાં પણ છે. એની પૂર્વના કાઈ કવિયે વૃજભાષામાં લખ્યું જાણ્યું નથી. ગુજરાત વર્નાક્યુલર સેાસાઈટીમાંની દશમની પ્રતિમાં વૃજભાષાનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
ભાલણ ૧૫ મું શૈકું