________________
વિદ્યા પાઠે એ કહેણી મુજબ શિખવાનું કાવ્ય મોઢે જ કરતા. “માનંજરી” પૂરી કરીને એ જ કવિની “અનેકાર્થમંજરી” વંચાતી. “માનમંજરી” કેષ હોવા છતાં એ એક રસિક કાવ્યને ગ્રન્ય છે. શ્રીકૃષ્ણ અને રાધાના પ્રીતિ કલહનું રસિક વર્ણન કરતાં અમરકેષને આધારે શબ્દાર્થ કેષ આપેલ છે. આ બે ગ્રન્થ શિખવાથી શબ્દ જ્ઞાન સારું થતું. આ પછી કોઈ કાવ્ય વાંચતા. ભાષાનું વ્યાકરણ હોય એને શિખનાર કે શિખવનાર કેાઈને ખ્યાલ નહોતો. આમ હોવાથી શબ્દનાં જુદાં જુદાં રૂપ યાદ રહેતાં, પણ વ્યાકરણના જ્ઞાનના અભાવે સંસ્કારી જ્ઞાન સંપાદન ન થતું. વ્રજભાષા શિખવાની ધગશમાં અમે કેટલાક મિત્રો સ્વ. કવીશ્વર દલપરામજીની પાસે ગયા હતા. અને સુંદરભંગાર શિખવવાની યાચના કરી હતી. એમણે સુંદરભંગાર શિખવવાની ના કહી અને કહ્યું કે તમે હજુ નાના છે. તમને હું એ ગ્રંથ નહિ શિખવું. માનમંજરી શિખે. માનમંજરી શિખ્યા બાદ ખેળતાં ખોળતાં અમારા જ્ઞાતિ કવિ ઉત્તમરામજીની પાસે ગયા. એ વૃદ્ધજને અમને સુંદર શૃંગાર શિખવ્યો. કોઈ દિવસ કામમાં હોવાથી, કોઈ દિવસ તબિયત નાદુરસ્ત હોવાથી એ વૃદ્ધ સજ્જને કડકે કડકે એ પુસ્તક શિખવ્યું. આમ વ્રજભાષા શિખનારને ઘણું મુશિબત પડતી.
વૃજભાષાના પુસ્તકે મળવાં એ પણ દેહ્યલું હતું. કોઈની પાસે કોઈ ગ્રંથ હોય અને કૃપા કરી આપે, તો તે શિખાય. આ તો સાઠસિત્તેર વર્ષની વાત કહી, પણ એની પહેલાં તે ઘણુએ અડચણે પડતી હશે.
વૃજભાષાના આવા પરિચયને પરિણામે એ ભાષામાં કાંઈ લખવાની લાલસા થાય એ સ્વાભાવિક છે. નાનપણમાં ભાષામાં લખેલું મહારૂં “હરિશંગાર” નામનું ન્હાનું કાવ્ય થોડા વર્ષ ઉપર મારે હાથમાં આવ્યું હતું. એ વાંચતા હવે એટલું હસવું આવ્યું અને છોકરવાદી ભર્યું જણાયું કે મેં એના ફાડીને ટુકડા કરી નાંખ્યા. પણ બધા કાંઈ મારી પેઠે લખવાનું મુકી દે એમ બને નહિ. અમારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com