________________
કહેવતસંગ્રહ
દાળની સોબતથી ચેઓ નર માટી ભારી થશે. સેબત પ્રમાણે નોબત વાગે. જેને જેવો વાસ, તેને તે પાસ. પડોસીનું કર્મ ન આવે, પણ સેંઝર તે આવે. નીચનો સંગ ને માનો ભંગ. દેહરા–જયસી સોબત જગતમેં, તે કરત ઉપાય;
સોબત ગુન છૂટે નહીં, કહી રંક કહા રાવ. સોબતસે સુધો નહી, વાકે બડે અભાગ; સબતમેં બીગડ્યો નહીં, વાકે બડે સુભાગ. સંગત કીજે સાધકી, બનત બનત બન જાય; અયા કુંજર શિરપર, મનમાને ફલ ખાય.
૬૩
૬૫
નીચે ગયે; કમાડ બંધ કરી બાઇ બીજા એારડામાં ગઈ ત્યાં કમાડ કેકે ખખડાવ્યું. કમાડ ઉઘાડવા બાઈ આવી. બાદશાહે પૂછ્યું, “કેણ છે?” બાઈ બોલી, “કઈ નહીં શેડ ઘરધણું છે તેની ફિકર નહીં, આપ નિશ્ચિત રહો.”
બારણું ઊઘાડી બાઈ બીજા ખંડમાં ગઈ, શેઠ આવ્યા, ચાંચાળી પાઘડી, ઘેરદાર જામ, કમર બાંધેલી ને અંદર આવ્યા. બલ્યા, “પધારે, પધારે મહારાજ, ભલે પધાર્યા. મહારાજ વંદું છું” બાદશાહ (ગેર) કાંઈ બોલ્યા નહીં, એટલે શેઠે કહ્યું, “વ૬ છે, તે પણ ગેરછ બોલ્યા નહીં. ત્યારે શેઠ કહે, “કેમ બોલતા નથી ? મહારાજ વંદું છું” એટલે ગરજી બોલ્યા, “વંદું છું કયા ?” શેઠ કહે, “મહારાજ, આમ કેમ? તમે અમારા ગારજી થઈને કેમ બોલતા નથી?” એમ કહી શેઠ નીચે બેઠા. બાદશાહે સારી રીતે નજર માંડી જોયું તે લાગ્યું કે શેઠ નથી પણ લવો છે. બાદશાહે શેઠને કહ્યું, “અબે વૌવા જેસા માલુમ પડતા હે.” એટલે લ કહે છે, “હજુર, આપ મને બાદશાહ સલામત જેવા લાગો છો.” પછી પરસ્પર મળ્યા, અને હજામની સેબતની શી અસર થઈ તે લવાએ સિદ્ધ કરી આપ્યું.
૧ ખીચડી. ૨ વાસ રહેઠાણ, સમાગમ પાસ રંગ. ૩ સેંઝ લક્ષણ
૪ એક બકરી નદી ઉપર પાણી પીવા ગઈ. નદી આગળ ભીની રેતીમાં વાઘનાં પગલાં પડેલાં જોયાં. બકરીએ વિચાર્યું કે, સામે કાંઠે મારાથી નદી ઊતરીને જવાય અને નાસીને છૂટાય તેમ નથી માટે શું કરવું? ધીરજથી વિચાર કરી પગલાંનું કુંડાળું કરીને પગલા આગળ બેઠી. થોડી વારે હાથી પાણી પીવા આવેહાથીને બકરી કહે છે કે, “તું ભલે આવ્યું. આ વાઘનાં પગલાં જે. વાધે મને ભલામણ આપ્યા મુજબ હું બેઠી હતી અને તે પ્રમાણે જઈને વાધને ખબર આપું છું કે, “હાથીભાઈ આવ્યા છે.” એમ કહી બકરીએ ચાલવા માંડ્યું એટલે હાથીએ બકરીને પાછી બોલાવી કહ્યું કે, “વાધને બેલાવીશ નહીં ને ઊગરવાને આરે બતાવ.” ત્યારે બકરી કહે છે કે, “મને પ્રતિજ્ઞાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com