________________
કહેવત સંગ્રહ
૧૭
૨૨, દગા કીસીકા સગા નહીં. ૧૪
(ખોટું કામ કરનાર તેનાં ફળ પોતે જ ભોગવે છે તે વિષે.) દગા કીસીકા સગા નહીં, કયા ન હોય તે કર દેખો. - એના ટાંટીઓ એના ગળામાં. ખેદે તે પડે. નીતિએ નારાયણ વસે, અનીતિએ કુતરા ભસે. . ભુંડું તાકે (ઈચ્છે) તેનું ભુંડું થાય. દાનત તેવી બરકત.' કપટ ત્યાં ચપટ, કુડ ત્યાં ધૂળ. કુડના ડાંડીઆ કપાળમાં વાગે, જેનું મન ચેખું, તેને શાની બીક? ઠગબાજીએ ઠાઠન ચાલે. જીસકી દાનત બુરી, ઊસકે ગલે છુરી. દેહરા-દેગા સો પડેગા, તુમ ફિકર ના રાખો ભાઈ
ચીઠી આપી બ્રાહ્મણને, ગઢે ચડ્યો નાઈ ઈચ્છે જેવું અવરનું, તેવું આપણું થાય;
કર્યું ન હોય તે કરી જુઓ, જેથી તુરત જણાય. Underhand practices fail in the end. Evil to him, who thinks of evil. He who digs falls Deceitful men dig their own graves. . Cheating play never thrives. ૨૩. કરણી તેવી પાર ઊતરી. ૧૩
| (સારીનરસી કરણી વિષે.) જેવી કરણી તેવી પાર ઊતરણું. દીધવાન ફળ ભોગવવાં વાવ્યાં તેવાં લણવાં. કવચ વાવી મોગરા લેવાય નહીં. હાથે કર્યું હશે તે મુવા પછી સાથે થાય. હાથે તે સાથે. કરેગા જેસા પાયેગા, બાગા સો લણેગા. કરવું તેવું પામવું. જમણો કરે તે જમણે ભગવે, ને ડાબો કરે તે ડાબે ભેગવે. સારું કરી સારાની વાટ જેવી. બોલશો તેવું સાંભળશે. કલજુગ નહીં, કરજુગ હે; એક હાથસે લે, દુસરે હાથમેં દે.
૧ ઘર ન ભરાય. ૨ હાલને જમાને કલિયુગ કહેવાય છે. તે જુગ વિષે એમ મનાય છે કે પાપકર્મ કર્યા હોય પણ કાંઈ તેનું ફળ દેખાતું નથી. તે સંબંધમાં સારા સદગુણી પુરૂષે તેમ નહીં માનતાં કહે છે કે, “કલિયુગમાં કર્યો કર્મ શુભ કે અશુભતાં ફળ તુરત મળે છે એટલે એક હાથથી કર્મ કર, ને બીજે હાથે ભેગવ.” અર્થાત જેવાં કર્મ કરશે તેનાં ફળ તુરત ભેગવશે. ૩ તુરત કરણીનું ફળ મળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com