________________
કહેવતસંગ્રહ ૧૮. દીકરા માટે થા પરણાવશું. રાણજીનાં અબારાં. ૨૫ .
(વાયદા કરવા વિષે.) દીકરા મેટો થા પરણાવશું. રાણાજનાં અબારાં.' મેસાણાના ભાટ જમે કાલ. દિવસને ક્યાં દુકાળ છે. સોમવતી અમાસ ને શુક્રવાર. અગત્યના વાયદા. વાયદે હોળી દીવાળી વચ્ચે તે ખુટે જ નહીં. હજી તે રહિણીમાં ગાજે છે. વાયદે ગયું તે વાએ ગયું. વાયદા ઉપર વાયદો તેમાં કાણુ કાઢે ફાયદે. મુલતવી રાખ્યાનાં માઠાં ફળ. તાળવે ગોળ ચટાડ. પલકકા પખવાડી, ઘડી કે ખટ માસ. દાસ જીન કહે કાલ, ઊનકે કાણુ હવાલ. આડી રાત તેની શી વાત? ટાઢું પથરા જેવું. દીર્ઘસૂત્રી. લાંબી કસે ધવરાવે છે. બાવા મરેંગે, તબ બેલ બાહેંગે. હજી તે ગગનમાં ગાજે છે, ચહડે જાઓ, બડે થાઓ. દેહ–અબી કહેતાં દિન આઠ, તબી કહેતાં દિન વિશ;
હોય કાલને વાયદે, તે જાણે જગદીશ. - મરાઠી જેડકણું. આતા દિન સાતા, ઉદ્યા દિન વિશ; પરવાચા વાયદા, તો જાણે જગદીશ. સઈની સાંજ ને મોચીનું વહાણું;
ઘાએ જાની બાયડી કહે હું શું જાણું? શિવારામ ગાર્દી, જ્યાં પડ્યા ત્યાં બે મહિના ને બાર દી; ઊડ્યા ત્યાંથી આઠ દી, ને ચાલ્યા ત્યાંથી ચાર દી. આતા ભાઈએ આશા આપી, આંટા ખૂબ ખવરાવ્યા; આજકાલ કરીને આખર, ગોળને પાણુએ નવરાવ્યા. Tomorrow comes never. False promises. Whenever two Sundays meet, never.
૧ અબારમણે. ૨ ઢમઢેલ ને પિઇસ પણ કહેવાય છે. ૩ આ ત્રણના વાયદાને કદિ અંત આવતો નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com