________________
કહેવત સંગ્રહ
You must use your own judgment for guidance of yourself.
Too much consulting confounds. Borrowed garments never fit well. Hear all, but follow thy own counsels.
Give every one thy ear, but few thy voice. એમ કહી રેવાકુટવા લાગ્યો અને પછાડે ખાવા માંડી. આ વાત બાદશાહ હજુર જાહેર થતાં બાદશાહે વિચાર કર્યો કે, મારા જેવા બાદશાહને વાળની ભેટ કઈ કરે નહિ, માટે એમાં કાંઈ ભેદ હશે. આમ વિચારીને મુનીમને પોતાની હજુરમાં બેલા.
મુનીમે આવીને કનિશ બજાવી. બાદશાહે ખૂબ ધમકીની સાથે મશ્કરી કર્યાને ઠપકો દીધો. મુનીમે કહ્યું, “મારા વાળ પાછા આપે. હું તેને ઉપયોગ કરીશ અને પછી મને ખુશીથી ગરદન મારે.' બાદશાહે મુનીમને વાળ પાછા મેળવવાને બહુ ઉત્કંઠિત જોઈ પૂછયું કે, એ વાળમાં શું છે?
મુનીમે શાન મિજાજથી ઉત્તર આપ્યો કે, હજુર, બાદશાહ સલામતને ત્યાં કોઈ જાતની કમી નથી. હીરા, માણેક, પાનાં, સોનામહોર, રૂપાહેરથી નામદારખાનાં, શાખાનાં ને ખજાના ભર્યા છે, એટલે મારા શેઠે એવી હલકી ચીજ મેક્લવાનું મુનાસબ ધાર્યું નહિ, પણ મારા શેઠ રેવતાચળ(ગિરિનાર)ની જાત્રાએ ગયા હતા ત્યાં મેટા મોટા જોગીઓ મળ્યા. તેમણે શેઠ ઉપર નવાજેશ કરી તેઓના ગુરૂઓની જટાના વાળ આપ્યા. શેઠના ઘરમાં તે વાળ આવ્યા પછી લક્ષમીની લીલાલહેર થઈ; તેમાંથી થોડાક આપને ભેટ સારૂ આપ્યા તે મેં આપને ભેટ ર્યા. આ વાળ આપના ખજાનામાં, જામદારખાનામાં રાખવાથી આપને ખજાને અખૂટ રહેશે એમ જાણી ભેટ કરી છે, ને માંહેથી એક વાળ પણ કોઈને કહાડવા દેવાના મને સમ ખવરાવ્યા છે જેથી બેંગી અકબંધ આપને ભેટ કરી છે.
બાદશાહ તથા કચેરીની નજરમાં આ વાત ખરી લાગી, કેમકે વાળની ભેટ કઈ કરે નહિ, તેથી બધા વાળ સંભાળથી સેનાની દાબડીઓમાં ભરી ખજાના વિગેરેમાં રાખવા હુકમ ફરમાવ્યો, ને તે સાથે અમદાવાદના શેઠ સારૂ ગમે તેટલો માલ લે તેની જકાત માફ કરી, ને પાછો જાય ત્યારે સામે આવવા મુનીમને હુકમ કર્યો.
મુનીમે માલ દશેક લાખને ખરીદ કી ને જવાની તૈયારી થઈ ત્યારે બાદશાહની સલામે ગયે. તે વખતે બાદશાહે પરવાને કરી આપ્યો કે, આ માલ ઉપર કોઈ ઠેકાણે કઈ પ્રકારની જકાત લેવી નહિ. શેઠ, શેઠાણું ને છોકરાંને માટે વિશેક હજારનો શિરપાવ આપે, ને મુનીમને હજાર રૂપીઆ આપ્યા, ને સાથે અમદાવાદ સુધી વશ ઘોડાની પાયગા રસ્તામાં માલની સલામતી સારૂ આપી.
મુનીમ માલ લેઈ અમદાવાદ આવ્યા. અમદાવાદ એક ગાઉ રહ્યું એટલે શેઠને ખબર આપ્યા કે, હું આવું છું. શેઠ સામા ગયા. મુનીમ ઘેર આવ્યા, માલ લાવ્યા, શિરપાવ શેઠને આપે, અને માલની જકાત માફ થવાથી પચાસ હજારને લાભ થયો તે જણાવ્યું, બાદશાહી સવારેને વિદાયગીરીને પિષાક આપી શકે તેમને પાછા રવાના કર્યા, ને મુનીમને ધન્યવાદ આપીને કહ્યું, “શેઠની શિખામણ ઝાંપા સુધી.” એ તમારા જેવે મુનીમ કહે તે ખરું છે. પિતાની અલ જ ખપમાં આવે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com