________________
કહેવતસંગ્રહ
શેઠની શિખામણ ઝાંપા સુધી. પૂછીએ સૌને પણ કરીએ પિતાને ફાવતું.
૧ એક શાહુકારે પિતાના મુનમને દિલ્હી ઝવેરાત તથા જરીને માલ વિગેરે લેવા મોકલ્યો. મુહુર્તને દિવસે મુનીમ તૈયાર થયા. શેઠ વળાવવા સારૂ ચાલ્યા. મુનીમને હાથ ઝાલી ચાલતાં રસ્તામાં શેઠ મુનીમને કહેવા લાગ્યા કે, હીરા લેવા તે એબ વગરના લેવા, પાનાં, માણેક રંગદાર, માંહે રેસા વગરનાં લેવાં, શની, લસણ આવાં લેવાં, જરીને માલ આ લે, જે માલ લેવા જેવું લાગે તે લેવાની ગરજ બતાવ્યા વગર લે, રંગ પિત આવાં લેવાં, તેલતાલ કરવામાં જરા ખબરદારી રાખવી. એમ ભલામણ દેતાદેતા શેઠ નદી સુધી ગયા. મુનીમ ગાડીમાં બેઠા ત્યારે શેઠે છેવટે કહ્યું, મારી શિખામણ ધ્યાનમાં રાખજે; ત્યારે મુનીમે જવાબ આપ્યો કે, “શેઠની શિખામણ ઝાંપા સુધી.”
મુનીમનું આ વાક્ય સાંભળીને શેઠને ઘણો ગુસ્સો ચડ્યો, અને એ ગુસ્સાને લીધે મુનીમનું રાઈતું કેમ થાય તેવો ઉપાય કરવાનો વિચાર શેઠને થયો. તેથી અમદાવાદ કે મુંબઈ જેવા શહેરમાં ઘાંયજાની દુકાને તથા વાળ કાતરવાની દુકાને હોય છે ત્યાંથી જેટલા બની શકે તેટલા વાળ એકઠા કરાવતાં શેર દહેડ શેર વાળ ભેગા કર્યા તેની એક બાંદડી કરી, તે ઉપર લપ્પાને કિનખાપ વીંટો, ચારે તરફ જરીની ઝાલર તથા કુમતાં મુકીને બદડી જેટલી ભપકાદાર બની શકે તેટલી બનાવી, મુદામ સ્વાર સાથે મુનીમને રસ્તામાં મળે તેવી રીતે મેલી, ને સાથે ચીઠ્ઠી લખી કે, આપણું આડતીઆની સાથે જઈ જહાંપનાહ બાદશાહ સલામતને આ બીંદડી ભેટ આપવી.
મજલ દર મજલ ચાલતાં મુનીમ દિલ્હી પહોંચ્યા, આડતી અને ત્યાં ઉતર્યા. ત્રીજે દિવસે મુનીમે આડતીઆને કહ્યું કે, એક બીંદડી શેઠે બાદશાહને ભેટ કરવાને આપી છે, માટે તમે તે બાબત ગોઠવણ કરે. આડતીએ દિવાનને મળ્યો ને બીજે દહાડે બપોરે ભેટ લઈને આવવાનું ઠરતાં ભેટની બીંદડી રૂપાના સુંદર ખુમચામાં મુકીને ઉપર ભરગચ્છીને કસબી રૂમાલ ઢાંકી દરબારમાં મુનીમ તથા આડતીઓ ગયા.
બાદશાહની હારમાં તેઓને બોલાવ્યા. મુનીમ ને છાવર(ળ) દશ રૂપીઆ કરી ભેટને થાળ હજુરના પગ આગળ મુકી કચેરીમાં બેઠા. બાદશાહે મુનીમને શેઠની ખેરખુશી પૂછી, બીજી વાત કરી, મુનીમને તથા આડતીઆને રજા આપી.
બાદ બાદશાહે ઇચ્છા કરી કે, જુઓ તો ખરા બીંદડીમાં શું છે? બીંદડી ઉખેળી તે આખે ખુમચા વાળથી ભરાઈ રહ્યો. આથી બાદશાહને ગુસ્સો ચડ્યો, એટલે આખી કચેરીને પણું ગુસ્સો ચડ્યો. બાદશાહે એકદમ હુકમ કર્યો કે, આ લઈ આવનાર મુનીમને ગરદન મારે. હુકમની સાથે ફિરસ્તા છુટયા.
દિલ્હીને આડતીઓ ને મુનીમ ચાલ્યા જતા હતા ત્યાં મુનીમને પકડીને બાં; ત્યારે તેણે પોતાના ગુનાહને પ્રકાર પૂછયે. બધાએ બોલી ઉઠયા કે, બાદશાહની મશ્કરી કરીને મેવાળાની ભેટ કરી માટે તેને ગરદન મારવો છે.
આ વાત સાંભળી મુનીમ શાન્તિથી બે, “એ વાળ મારા મને પાછા આપો. તે મારી છાતી પર બાંધીશ ને મરીશ, ને મારું મુડદું બાળતી વખતે પણ છાતી પર લઈ બળશ, અને તેમાંથી મારા શેઠ ન જાણે તેવી રીતે અર્ધા વાળ મારા દીકરાને મેકલીશ. પછી મને ભરવામાં જરા પણ હરક્ત નથી, માટે મારા વાળ મને પાછા આપો.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com