________________
કહેવત સંગ્રહ
૪૫
૫૨૭
૫૨૮
૫૨૮
૫૩૦
૫૩૧
૫૩૨
શબ્દહી બહુત સુન્યા સહી, મીરા ન મનકા મહ; પાસ લગ પહોંચ્યા નહીં, તબલગ લેહકા લોહ. રાજા કાણુરા ગઠીઆ, જેગી કણરા મીત; વેશ્યા કસુરી અસ્તરી, કાણુ વેશ્યારા કંત ? રાજા ગરજરા ગોઠીઆ, જેગી સેવારા મીત; જરરી વેશ્યા અસ્તરી, જર વેશ્યારા કંત. મધુર બનસે જાત મીટ, ઉત્તમ જન અભિમાન; તનક સીતલ જલસે માટે, જયસે દુધ ઉફાન. પત રાખે પરતાપરી, નવકાટીરા નાથ; અગલા ગુન્હા બક્ષકે, અબકે પકડે હાથ. જે ગતિ ગ્રાહ ગજેદ્રકી, સે ગતિ હૈ હે આજ; બાજી જાત બુદેલકી, રાખો બાજી લાજ. ગતિ દાતા ધન જાણવું, યંત્ર રૂ૫ વ્યવહાર; અટકે ઝટ ભવતંત્ર તે, જે નહી ધન કર સાર. દીલની વાતે દીલમાં, કે પાસે કહેવાય; સમુદ્ર મજા કંઠપર, આવી માંહી સમાય. કુટીલ કુટીલ સંયોગથી, કુટીલ કર્મ વરતાય; કૌવચ કેરાં બીજથી, કેવળ કોચજ થાય. કબીર ગર્વ ન કીજીએ, રંક ન હસીએ કાય; અપને નાવ સમુદ્રમે, કહા જાને કા હોય ? નાને નાના હો રહો, જયસી નાની ડૂબ; એર ઝાડ ઉડ જાયને, ખૂબ ખુબકી ખુબ. લાખમે એક લખેશરી, સામે એક સુજાન; સબ નર બાંધે પાઘડી, સબ નરકું નહીં માન,
૫૩૩
૫૩૪
૫૩૫
૫૩૬
૫૩૭
૫૭૮
૧. જયપુર તથા જોધપુરનાં રાજ્યો વચ્ચે વૈરભાવ ચાલતો હતો. તે વખતે જયપુરની ગાદી ઉપર મહારાજ પ્રતાપસિંહજી હતા. તેમના ઉપર કોઈ રાવર શરાએ ચડાઈ કરી. એલે હાથે શત્રુને પહોંચી શકાય તેવું નહીં લાગવાથી જોધપુરની મદદ માગવા જરૂર થઈ માટે જયપુર રાજને કવિ જોધપુર જઈને જોધપુર મહારાજ (નવટવાળી મારવાડના ધણી)ને કહે છે.
જોધપુરે આગવું વેર ભૂલી જઈને મદદ આપી, ને ધાર્યા પ્રમાણે જયપુરની છત થઈ. તેમ જ પશવા બાજીરાવ બલાળની મદદ બુંદેલખંડના રાજાએ માગી તે વખતે આ લખ્યું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com