________________
પર
કહેવત સંગ્રહ
ભાભી'હસવું ભૂંડું. ભાભજી હશે તેવા ગવાશે. ભાડે એવું શું રળે, કે રાંડ રોઢે કરે ? ભાર ગધેડે બમણે વહે. ભાય દેવતા પ્રકાશે નહીં. ભાવમાં સાટું, તોલમાં સાટું નહીં. ભાવી ભૂલાવે તેને શું ઉપાય ? ભીખ માગતાં આવડતી ન હોય, તો તમાકું ખાતાં શીખે. ભીખ માગીને ભઈઓ કીધે, તે પાડાસણે લુંટી લીધે. ભીંત સામે માણસ ધસે, માથું અફળાય ત્યારે ખસે. ભીલામાને દાગ ને હિંગની ગંધ કદી જાય નહીં. ભુખ ગયે ભોજન, તરસ મટે પાણી, એ તો વાત મેં જાણી." ભૂખ વેઠે ઢોર, ને દુઃખ વેઠે માણસ. ભૂખે મરતી બ્રાહ્મણી ભયડાને જાય. ભૂખે મરતીને છોકરાં ઘણું. ભૂખે મરવા કરતાં, ભાલે મરવું સારું. ભૂખ્યું તેને કાંઈ ન દુખ્યું. ભૂપે ડાંસ જેવો, મારવાડને માઉ, ભૂખ્ય બ્રાહ્મણ દેવ વેચે. ભૂત જરાય વસવાથી, ને ડાગ જાય ઘસવાથી ભૂતને ભરૂસો શો ? ભૂલ્યા ઘા એરણ ઉપર. ભૂલ્યો ભટકે, તે ઠેકાણે અટકે. ભુંગળ વગરની ભવાઈ. ભુંડણની પેઠે જણે છે. ભુંડનું છાણ નહીં લીપ્યાનું કે નહીં થાપાનું. ભંડપને ભારે ને અપજશને પોટલે.
૧ ભાભીને કહે છે કે મશ્કરી કરવી તે ભુંડું કામ છે એમ કહી ભેઠી પાડી. ૨ ભાંડ ભવાઈ કરે, તે રખડી પેટ ભરે. ૩ ભાર્યો એટલે ભાર ભરેલ. ૪ ભાર્યો એટલે રાખ નીચે દબાવે. ૫ કાકા લ્યો ખીચડી. ૬ ભયડા એ એક ઉતરતી જતના બ્રાહ્મણ છે. ૭ શરીરમાં રોગ થવા પામે નહીં. ૮ ઘરમાં કે માણસની વસ્તીમાં ભૂત ન આવે. ૯ અને ભ્રષ્ટ ને તો ભ્રષ્ટ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com