________________
૩૪૦,
કહેવતસંગ્રહ.
પરદેશમાં ખરચી ખુટે, તે મધ દરિયે વહાણ તુટે. પરદેશીની દસ્તી, ને ખડની તાપણું.
પરદેશીની પ્રીત, સુરતને સગે, ગુવારની ગાંસડી, ઢેડને સંગાથ,
સાગને દેવતા, ઘાસની તાપણી, એટલામાં ભલીવાર હોય નહીં. પરનારી યાર, સદા ખુવાર; કાંટુકા બીછાના, એાર જુતીકા માર. પર ભોમમાં પગ મૂકો, તે ચેખો રાખ. પરમારથ કામમાં પૂછશું નહીં. પરવારીને કઈ મરતું નથી. પર્વની ગાં-હોળી, ને મનુષ્યની ગાં-કાળી, પરાઈ પીડા ભૂલતાં વાર લાગે નહીં. પરાઈ છીંડીમાં હળવું ને કરાંઝવું. પરાણે પુણ્ય થાય નહીં. પલક દરિઆવક મેજ મેહેરાણ. પલાળ્યું તે મુંડવું અથવા મુંડાવવું.
સાખી પહેલું તિર્થ સાસુ સસરે, બીજું તિર્થ શાળી;
ઠીકઠાક માતપિતા, શ્રેષ્ઠ તિર્થ ઘરવાળી. પહેરવેશને બેલી, દેશ જાત દે બોલી. પળ પળ પ્યારી છે.' પાઈ સારૂ નીંભાડે આગ મુકે. પાકે ત્યારે લીંબોળી પણ મીઠી થાય. પાકે ચેર દરજી કે વેતરે ને છેતરે. પાખંડ ખાધી પૃથ્વી, ને ધુતારે ખાધે દેશ. પાખંડે લોકમાં પૂજાય, સાધુ જન તે ગોદા ખાય, પાઘડ બાંધે મોટાં, ને અંદરથી ખોટા. પાઘડીની શરમ સૌને, ઘાઘરીની શરમ કાઈને આવે નહીં. પાછલી રાતનું ઉઠવું, ને જુવાનીનું જણવું. (સારું.). પાટીદાર યુવા છઈએ.
૧ બંને બરાબર. ૨ એ ગોદા ખાવાની નિશાની. ૩ તે મેઘરાજા. ૪ ખુશી થાય ત્યારે મોજ ઇનામ આપે તે મેજ મેહેરાણુ. ૫ પળ પળ પારકી છે, માટે જે સારાં કામ કરવાં હોય તે કરી લેજે, ૬ પાટીદારે છેતી મેઢ પહેરી સડસડતી પાટલી મુકી ચાલતા હતા, કોઈએ કહ્યું પાટલીમાં આંટી આવશે તે પડશે. ત્યારે પાટીદાર જવાબ આપ્યો, કે પાટીદાર યુવા છઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com