________________
૩૩૮
કહેવતસંગ્રહ
નવ્વાણુને ધકકો.
પકડ કાન કે આ સાન. પગ પેઠે હોય તે લાગ કે વગ થાય. પગ મોટા તે અકમી, શિર મોટા તે સકમ. પગલું શોધતાં ચોર મળે. પગલે પગલે ચાલીએ તે ભૂલા પડાય નહીં. પગે કથીરનું કહ્યું, ને નાકનું નસકોરું નવ ગજ લાંબુ પગે પાલી ઠેલવી. પગે કમાડ વાસવાં. પગે પાણી બહુ ઊતર્યું છે, મફત નથી આવ્યું. પચાસે પોપટો ને સાઠે સરેડી." પટેલની વાત પટેલ જાણે, પણ હાથમાં ખીલડો ને ઘંટી તાણે. પટેલ બેઠા પાટે, ઘરની એબ દાટે, ને પારકાની કહાડે વાટે.
૧ બી તથા વાણીઓ સામસામા રહેતા હતા. બેબી થોડું કમાય ને તેમાં ખાવાપીવાની મેજ કરવામાં ઉદારતાથી ખરચ કરતો હતો. વાણીઓ સારું રળે ને પાસે પૈસા પણ ખરા, છતાં ખાવાપીવામાં, લુગડાં પહેરવામાં લાભ રાખી ખરચ કરે, ત્યારે વાણીઆની સ્ત્રીએ વાણુઓને પૂછ્યું કે, બેબી ખરી મહેનત કરી થોડું કમાય છે, છતાં ખાવાપીવામાં તમારા કરતાં વધારે સુખ ભોગવે છે, ને લોભ કરતો નથી, તેનું કારણ શું? વાણીએ જવાબ આપ્યો કે, તેને નવાણુંને ધક્કો વાગ્યે નથી. વાણિયણે તેને અર્થ પૂ. વાણુઓ કહે, પછીથી કહીશ. એમ કહી વાણીએ છાનામાના નવાણું રૂપીઆ એક કોથળીમાં ભરીને દેબીના ઘરની જાળીમાં કોઈ જાણે નહીં તેમ મૂકી આવ્યો. ધાબીને તે કોથળી હાથ આવી. રૂપીઆ જોઈ ખુશી થયે ને ગણી જોયા તે નવ્વાણું થયા. બેબીએ વિચાર કર્યો કે, એક રૂપીઓ બચાવીને માંહે નાંખું તે પુરા સે થાય. તે પ્રમાણે લેભ કરી રૂપીઓ બચાવી પુરા સો કીધા. પછી સેના બસે, બસેના ચાર કરવા તરફ મન દોડ્યું ને લાભ, ખાવામાં પીવામાં કરી બેત્રણ વરસમાં પાંચ સાતસો રૂપીઆ કીધા. વાણિયણે પોતાના ધણીને કહ્યું, હવે તે ઘેબી બહુ લોભીઓ થયો છે ને ખાવાપીવામાં પણ કરકસર બહુ કરે છે. ત્યારે વાણીએ કહ્યું, નવ્વાણુને ધક્કો લાગ્યો હશે.” વાણુએ ધોબી આગળ બનેલી હકીક્ત કહી રૂપીઆ નવ્વાણું માગ્યા, તે ધોબીએ આપી દીધા ને પોતાની પાસે પૈસા થયા તેથી વાણીઆનો ઉપકાર માન્ય, નવ્વાણું રૂપીઆ લાવીને વાણુએ વાણિયણને વાત કરી ને “નવાણુંના ધાને અર્મ સમજાવ્યું.
૨ સારી વાત બરાબર મનપર કસે ત્યારે તેને ખરી કહેવા સારૂ કાન પકડ પડે ૩ ગરીબ સ્થિતિ છતાં અભિમાન ઘણું રાખે તેને લાગુ છે. ૪ કોઈ જાણે નહીં તેમ કોઇ ઉપર ઘા કરે કે કોઈનું બગાડવું, ૫ પટેચણું, સરેડી=ધ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com