________________
૩૧૬
કહેવતસંગ્રહ
જર ડા, સ્નેહ ઘણું, તું શું મારીશ પારધી. વણ માર્યા મુ. જવાન સાસુ મરે નહીં, ને વહુનો દહાડે વળે નહીં. જવાસા જેવું કંઈ અદેખું નહીં.' જશને બદલે જુતિયાં. જાઈ મા પાળે, ઓરમાન મા બાળે. જાગશે ત્યારે માગશે. જાન, જાગરણ ને જાત્રા, ત્રણે સરખાં. જાન નાની તે માગે ઘણું જાનને મજુર અણવર. જાને ભેંસ પાણીમાં જાને જગજીવનદાસ, ને કામે કીકાભાઈ. જાણુતે ચેર ઘર મારે. જાયું ઝેર ખવાય નહીં. જાતે જાફર, ને હાડે કાફર.
જાયા ત્યારે નાહ્યા, જઈશું ત્યારે નાહીશું;
દાસ દ્વારા એમ કહે, હાથપગ ધોઈને ખાઈશું. જાય તેનું કાળજું પણ ખસી જાય. જાળે જાળે સિંહ ન હોય. જા લકડી કુકું માર. જાપ જપ્યા ને ગાંડામાં ખપ્યા. જીભ આપી છે. જીવ પર આવેલી બિલાડી હરડીએ બાઝે. જીવતી ઘેડી નહીં ઓળવાય. જીવતી ઘડીએ આવ્યા ત્યારે આવ્યા. જીવતી માંખ ન ગળાય. જીવતો રહેજે ને જોગી થજે. જીવ છોડે પણ જમ ના છોડે.
૧ ચોમાસે બધાં લીલાં, ત્યારે પિતે સૂકે, અને જ્યારે બધાં સૂકાં ત્યારે પોતે ઊનાળે લીલે. ૨ જઈમા=જનેતા, જણનારી મા. ૩ વેળા પ્રમાણે વિતરણ. ૪ એટલે પોતાને પરબારે પતાવવું. ૫ ઘરમાંથી કાંઈ ચોરાઈ જાય ત્યારે હજાર જાતના વેમ આવે. ૬ કાળજે ધક્કા વગરનું કામ કરવું તે. ૭ વચન આપી બંધાઈ ગયો છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com