________________
૩૦૬
કહેવતસંગ્રહ
ગધેડાને સાકર ઝેર. ગધેડાને તાવ આવે તેવું બોલે છે.? ગધેડે ઊકરડે દેખી ભુંકે. ગધેડે બીચારો નહીં, ગરાસીઓ ગોઝારા નહીં. ગધેડે ગવાયું. ગધેડાં ચાલે બાર ગાઉ, તે કુંભાર ચાલે ચૌદ ગાઊ. ગયા તરવરી તે આવ્યા રડવડી. ગરથ વગર ગાંડે, ને છોકરાં વગરનો ના.
ગરથ વિના ગુણ નહી, ગુણ વિના ગ્યાન નહીં.
ગ્યાન વિના પુણ્ય નહીં, પુણ્ય વિના માન નહીં. ગરાસીઆની ઘોડી ને રાંડરાંડની છેડી. ગરીબનું નસીબ ગરીબ, ગળીઓ થઈ બેસે, પરિણાની આર પેસે. ગળું કાણું ને પાસે નહીં નાણું. ગળે પડવાથી કાંઈ અર્થ સરે નહીં. ગાડીની કમાણી ગાડી ખાય, ગાડીને ધણું માર્યો જાય, ગાડીવાન, ગધેવાન, દરવાન, સરવાન. ગાડે ચડીને આવ્યું છે.' ગંજીને કુતરા ખાય નહીં તે ખાવા દે નહીં. ગામ તેવા ગોત્રજ, ને દેવ તેવી પૂજા, ગામ ગયું સુતું જાગે. ગામ ગયે સો તુત જાગે. ગામ ગયા સો કામ જાગે. ગામમાં ઘર નહીં ને સીમમાં ખેતર નહીં. ગામનું ગધેડું જે પાણી ન પીએ, તે વટેમાર્ગ પીએ. ગામ ચલાવે તે ગામનો વેરી, ઘર ચલાવે તે ઘરને વેરી.
૧ ઘણી જ કઠોર વાણી. ૨ ગધેડાં ઉપર ભાર ભરીને કુંભાર હાંકે ત્યારે ગધેડાને લગામ કે નાથ નહીં હોવાથી આડાંઅવળાં છુટાં ચાલે તેમને એકઠાં ચાલે તેમ કરવાને કુંભારને વારંવાર દોડીને ગધેડાને સરખાં ચલાવવાં પડે એટલે ગધેડાં કરતાં કુંભારને વધારે ચાલવું પડે એટલે મૂર્ખને સરખા ચલાવવા માટે વધારે મહેનત પડે છે એ ભાવાર્થ છે. ૩ એનું મૂલ બહુ કરે. ૪ ચાલતાં બેસી જાય તેવા બળદને ગળીઓ કહે છે. તેને ઉઠાડવાને પરેણાની લાકડીમાં બેસેલી લોઢાની આર ખેસવી પડે. ૫ એ બધા ઉંધા ચાલનારા. ૬ મેત. ૭The dog in the manger.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com