________________
૨૫૮
કહેવતસંગ્રહ
૬૫. કાતી કાપડ, જેઠે ઘી, ભાદરવે કપાસ. ૨
કાતી કાપડ, જેઠે ઘી, ભાદરવે કપાસ; દીકરી ઘેર, વહુ માવતરે, એ પાંચે કરે વિનાશ. ૬૯૬. સહી શણગારે ત્યાં બજાર ઉઠી જાય. ૭ સોઢી શણગારે ત્યાં બજાર ઉઠી જાય. સુતારના ઘરને દીવો.' જદે કડાં બાંધતાં પરવારે નહીં. આંધળીને પાથરતાં બહાણું વાય, વાત કરતાં વાંઝણી વિયાય. વાત કરતાં વેગડીર વિયાય.
સેઢીને શણગાર સજતાં સવાર પડે. ૬૭. છેડે નફે બહાળે વેપાર. ૩ થડે નફે બહાળો વેપાર. આવતો ન જવા દે તેને નફામાં જુતીએ. દેહરડે ખાટે ખાટીએ, બેહોળો કીજે વેપાર;
ઉધાર કાઈને ન આપીએ, તે બમણા મહિને બાર. પ૭૯ ૬૮. ઠામ જાય ત્યારે ઠીકરું આવે. ૨
ઠામ જાય ત્યારે ઠીકરું આવે. આંખ ફૂટે ત્યારે ભમર સામું જોવું. ૬૯ ડુંગર વીઆણે તે ઉંદર નીકળે. ૪ ડગર વીઆણે તે ઉંદર નીકળે. બાર વર્ષ બેટા બોલ્યા, ત્યારે કહે બાપા મને બપડું. બાર વર્ષે બાવો બોલ્યો, તે કહે, બચ્ચા દુકાળ પડેગાગાઈ ગાઈને ગાયું, ત્યારે વરનું નામ ધૂળ. ૭૦૦. દાતરડાં ગળવાં સહેલ છે, પણ કાહાડવાં મુશ્કેલ છે. ૨ દાતરડાં ગળવાં સહેલ છે, પણ કાહાડવાં મુશ્કેલ છે.
ભાંગ પીની સહેલ છે, પણ લેહેરાં મુશ્કેલ છે. ૭૦૧. વાંઢાને વલેણું નહીં, ને વેશ્યાને વગેવું નહીં. ૯ વાંઢાને વલેણું નહીં, ને વેશ્યાને વગોણું નહીં, હથેળીમાં વાળ નહીં, ને ગધેડાને ગાળ નહીં.
૧ સુતારના ઘરનો દીઃ એક સુતારે ખરે બપોરે દી કરવાનું પિતાની સ્ત્રીને કહ્યું, તે સાંભળી પાસે બેઠેલા માણસને આશ્ચર્ય લાગ્યું તેથી સુતારને પૂછ્યું કે ખરે બપોરે દી શે ? સુતારે જવાબ આપ્યો કે, અત્યારે કહીશ ત્યારે રાતે દી કરશે.
૨ વેગડી-ઘોડીની જાત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com