________________
૨૫
કહેવતસંગ્રહ
આજ મારે સોનાને સુરજ ઊગે. આજ મારે દૂધે મેહ વઠયા.
આજ મારે હૈયે હરખ ન માય. આજની ઘડી મુબારક ૬૮૮. જે કરે તે ભગવે. ૬
જે કરે તે ભગવે. જે કરે તે ભરે. પાયા તે પાળા નહીં. જેણે પલાળ્યું તે મુંડે.
જેણે પાસ્યાં તે રંગે હાથનાં કર્યા હૈયે વાગે. ૬૮૯. જે ગામ જવું નહીં તેને માર્ગ શું પૂછ ? ૪
જે ગામ જવું નહીં તેને માર્ગ શું પૂછો ? જે ઘેર જવું નહીં તેનું નામ લેવું નહીં. જે કામ કરવું નહીં તેની કથા કરવી નહીં.
જે દિશાએ જવું નહીં તે દિશા સામું જોવું નહીં. ૬૦. પૃથ્વી ઉપર ચાલવું, તે પગમાં જોડા પહેર્યા એટલે પૃથ્વી
ચામડે મહુડી લીધી જાણવી. ૫ પૃથ્વી ઊપર ચાલવું, તે પગમાં જોડા પહેર્યા એટલે પૃથ્વી ચામડે
મહડી લીધી જાણવી. આપણે પવિત્ર રહેવું, જગતના દોષ જોવા નહીં. સદાચરણ માણસ અજાત શત્રુ. દુર્યોધનને કેાઈ સજજન મળ્યો નહીં; યુધિષ્ઠિરને દુર્જન મળે નહીં.૭
જાતે ચેર તે સગા ભાઈને વિશ્વાસ કરે નહીં. ૬૯૧. મૃગાક્ષરંતી માધવા. ૯ મૃગાધરતી માધવા. કાગડા ઉડે છે. પુત્ર ન પુત્રી. ધીઆન પુતા. દીકરીએ દી નહીં. કોઈ વાસ નાખનાર મળે નહીં.
૧ વરસ્યા. ૨ ઘોડાં દેરીને ચાલ્યા તે અસ્વાર જ થવાના. પાઢવું દોરવું. ૩ પલાળવું તે મુંડવું. ૪ પાસ્યાં તે રંગાવાનાં. પાસ્યાં=રંગ ચઢાવવા. પહેલાં ફટકડીને પાણીમાં લુગડું બળે છે તેને પાસવું કહે છે. ૫ પૃથ્વી ચામડે મઢી. ૬ અજાતશત્રુ જેને કોઈ શા નહીં. ૭ એક વાર કૃષ્ણ પરમાત્માની આગળ કૌરવ તથા પાંડવ સભામાં મળી બેઠા હતા ત્યારે કૃષ્ણ પરમાત્માએ પ્રશ્ન પૂછે કે, આ જગતના રાજામાં દુર્જન શેાધી કહાડે. ત્યારે દુર્યોધને જવાબ આપ્યો કે, આ કાળમાં બધા રાજા દુર્જન છે. પછી યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે, કોઈ રાજા અમને દુર્જન લાગતો નથી. જેટલું જેનામાં સૌજન્ય તે સદ્દગુણ : જુએ ને જેનામાં દેષ ઘણું તે દેષ જુએ. ૮ ઉજડ થયું છે ને હરણ ચરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com