________________
કહેવતસંગ્રહ
૨૩૭
સાથીના રોટલામાં ગેરૂ નહીં. કોના બાપની ગુજરાત. રેશે રૂ વાળ, ને પીટશે પીંજારે. આપણે સ્નાન કે સુતક કાંઈ નહીં. બાઈનાં પુલ બાઈને, શોભા મારા ભાઈને. આપણે નાહાવા જાવું પડે તેમ નથી. નહીં હીંગ કે ફટકડી. ઊધવકા લેના નહીં ને માધવકા દેના નહીં. નહીં આરાધવું કે વરાધવું. આપણે નહીં લેવા કે દેવા. હીમ, ખીમ ને દીવાળી. ૬૨ વિવાહને હરખ સહુને સરખા. ૩ વિવાહને હરખ સહુને સરખે.
મુસાભાઈ ગરીબ સ્થિતિમાં હોવાથી વેરાની જમાત જમાડી શકે તેવું નહીં હોવાથી નાતીલા તેને ખીજવતા કે મેણું મારતા કે “મુસાભાઈ, નાત જમાડે.” મુસાભાઈને આવાં મેણાં સાંભળી બહુ લાગી આવ્યું તેથી એક નાત જમાડવાનો નિશ્ચય કર્યો.
મુસાભાઇએ એક શાહુકારને ત્યાં વાસણ વેચી પૈસા લીધા, પણ નાત જમી રહ્યા પછી વાસણ શાહુકારને સોંપવા કરાર કર્યો હતે. સીધુંસામાન લાવીને સુંદર ભજન બનાવ્યાં, નાતમાં મુસાભાઈના નામનાં નેતરાં ફેરવ્યાં. વખત થયો ત્યારે નાતના ગૃહસ્થો કુટુંબ સાથે જમવા આવ્યા. પંગત બેઠી, ભજન પીરસાયાં ત્યારે મુસાભાઈ હાથમાં મેટે પંખે લેઈ નાતના ગૃહસ્થને પવન નાખવા લાગ્યા, ને તેમનાં બૈરોએ ઠંડુ પાણું આપવા માંડ્યું, તે જોઈ નાતીલા મુસાભાઈનાં વખાણ કરવા લાગ્યા ત્યારે મુસાભાઈએ સાચી વાત કહી કે, મારાં વખાણું ના કરે.
નાત નાતનું ખાય છે, મુસાભાઈનાં વા ને પાણું.” એ વાકયને નાતીલાઓએ વિવેકનું વાકય ધારી તેને ભાવાર્થ જાણવાને ઇચ્છા કરી નહી. નાત જમી રહી, સઊ સને ઘેર ગયા. વાસણ તો મુસાભાઈના કબજામાં હતાં જ તે સાફ કરાવીને શાહુકારને સેંપી દીધાં ને પછી લાંબે દહાડે બીજી જમાત જમાડવાને પ્રસંગ આવ્યું. નાત જમાડનાર ધણું વાસણ માગવા ગયો ત્યારે મુસાભાઇએ તે વાસણ વેચી નાખ્યાનું કહ્યું. તે ધણીએ જમાતમાં તે જાહેર કીધું ત્યારે જમાત એકઠી થઇને મુસાભાઈને જવાબ માગ્યો. મુસાભાઈએ કહ્યું કે, નાત વચ્ચે મેં તો જાહેર રીતે કહ્યું હતું કે “નાત નાતનું ખાય છે, મુસાભાઈનાં વા ને પાણી,” તે વખતે નાત ખુશીથી જમી ગઈ, ખાઈ ગયા ને હવે વાસણ કેવાં? તમારાં હતાં ને તમે જમી ગયા છે, હવે મને શું કરવા પૂછો છો.” નાત ચુપ થઈ. આ ઉપરથી કહેવત થઈ કે,
ના નાતનું ખાય છે, મુસાભાઇનાં વા ને પાણું.” : ૧. સાથી એટલે ખેડુતને નેકર. ખેડુતના ઘઉંમાં ગેરૂ આવ્યું. ઘઉં ખેડુતના તે બગડવાની સાથીને કાંઈ બીક નહીં. પિતાના પેટલામાં ગેરૂ ન આવે ત્યાં તેને શું દુઃખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com