________________
૨૧૧
કહેવતસંગ્રહ રાજપુત ને ગરજપુત. સાપલાં બાપલાં કાઈનાં નહીં. રાજાની કૃપા તે ઠીકરે દૂધ. રાજા,વાજાને વાંદરાં,જેમ ભમાવે તેમ ભમે. કેવલીઆ કીસીકી કાકા બી નહીં ને મામા બી નહીં. વાણીઓ મિત્ર નહીં, ને હંગણી પવિત્ર નહીં.' રાજા કોઈનો સગો નહીં. રાજાની માયા તે તાડની છાંયા, ગરાસીઓ ને ગાં– એક દી ન ધેઈ તે ગધાય. દેહ–રાજપુતાં ને રેવંતા, હાથ વછુટી જાય;
હજાર વરસ સેવીએ, પણ પિતાનાં નવ થાય. ૪૫૬ સાખી-છવડાં જગ છેતર્યો, મુઆ છેતર્યો માળી;
સર્વ જાતને સંસર્ગ કરજે, ટીટાં મુકજે ટાળી. ૪૫૭ પ૩૯. રાત ઘેડી ને વેષ ઝાઝા. ૫ રાત ઘેડી ને વેષ ઝાઝા. કામને પાર નહીં ને આવરદા ટૂંકી. જીવવું થોડું ને જંજાળ ઘણી. બાથમાં સમાય તેટલો વેપાર કરે. રાત દિવસના કલાક વીશ, ને કામ ચાળીશ કલાકનું. ૫૪૦. પરમેશ્વર સબરમાં રાજી છે. ૮ પરમેશ્વર સબરમાં રાજી છે. ખુદાકુ સબર પ્યારી હે. પરમેશ્વરને ઘેર અદલ ઈન્સાફ છે. પરમેશ્વર જેને જે ઘટે છે તેજ આપે છે. ખુદાકી ખુદાઈ ભલી, કે મીની ઉધાઈ ભલી. પરમેશ્વરને ઘેર ઘીના દીવા બળે છે. હક કર હલાલ કર, દિલમ સબર કર. દેહ–રામ ઝરૂખે બેઠકે, સબકા મુજરા લેત;
જયસી જનકી ચાકરી, વૈસા ઉન દેત. ૪૫૮ ૧ વાણુઆને બદલે “રાજા” પણ વપરાય છે. ૨ પહોચી ન શકાય તે કામ કરવું નહી. ૩ એક ફકીર ગામમાં ગરીબ લોકોના વાસમાં જઈ ચઢયો. ગરીબ લેકેએ તેટલાના વધેલા ટુકડા ફકીરને આપ્યા તે લેઈ ફકીર મજીદમાં આવીને ઝોળીમાંથી કાઠાડીને ખાવા બેઠે. તે પ્રથમ કાળીએ “બિસિમલ્લાહ” બોલ્યો. પાસે બીજે ફકીર બેઠા હતા તેણે ટુકડા ખાતી વખતે તે ફકીરને એક તમાચો ખેંચી કહાડી કહ્યું કે, “અયસે આદમીને ખુદાકુ બીગાડા હૈ, કર્યું કે એ સુકે ટુકડે પર “બિસ્મિલ્લાહ” બલકે શુક્ર ગુજારતા હે. ઐસે ટુકડે દેને વાલેકુ તો ગાલી દેનાં મુનાસિબ હે” પણ પેહેલા ફકીરે જવાબ આપ્યો કેખુદાકુ સબર યારી હે. ૪ ખુદા તેરી ગાલીપરબી સબર કરતા હે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com