________________
કહેવતસંગ્રહ
૧૯૯
દળણું દળતાં પણ વસ્તી રહે નહીં. વેહેલે વળગતા જઈએ તે મહાભેર પડીએ. જબરદસ્તીને સેદો નભે નહીં. મારીને મુસલમાન કરો તેમાં માલ નહીં. ખુશીને સદે, તે સેદે. ખુશીને સેદે, તે હાથીને હોદે. છે કે મારીને ધર્મ કરાવાય નહીં. પરાણે પુણ્ય કરાય નહીં. દોહરે પાની પીલાવત ક્યા ફરે, ઘરઘર સાયર વાર;
જે પ્યાસા હયગા, તે પીગા જખ માર. ૪૨૧ ૪૯૧. વાજતુંગાજતું માંડવે આવશે. ૭. વાજતુંગાજતું માંડવે આવશે. પાઘડીને વળ છેડે. રડતુંરડતું આફર ગોળ થશે. કુટાતુંકુટાતું એની મેળે ઠેકાણે આવશે. વખત આવે સૌ જણાશે. સુરજ કાંઈ છાબડે ઢાંકો નહીં રહે.
ચંદ્ર બીજનો નહીં તે ત્રીજને જણાશે. ૪૨. પાઘડી ભેંસ ચાવી ગઈ. ૫ પાઘડી ભેંસ ચાવી ગઈ સે સફારસ ને એક મૂળાપણી. હાથ પિલો તે જગ ગેલો. પૈસે પરમ દૈવત, જેને દેખી મુનીવર ચળે. સે સફારસ ને એક ઠેસો. ૪૩. એવાતણને ઉધારે, રંડાપ રેકડે. ૫
એવાતણુનો ઉધારો, રંડાપો રોકડો. રચતાં વાર, બગડતાં કાંઈ વાર ? પાઘડી બંધાવતાં વાર, પાડતાં શી વાર? વાળી ઘડાવતાં વાર, નાક કાપતાં શી વાર? નાનાં છોકરાં મોટાં થતાં વાર, મરવું ક્ષણમાં.
૧ વાર પાણી. ૨ એક માણસ કોઈ અધિકારીને પોતાનું કામ લાભમાં કરી આપવા સારૂ રૂશવતમાં પાઘડી આપવાનું કહી આવે. તે પોતાના લાભમાં ફેંસલો થશે એમ આશા રાખી નીરાંતે બેઠે. પછી સામાવાળે તે અધિકારી પાસે જઈ તેને ભેંસ આપવાનું કહી આવ્યું. મુદતને રોજ કામ નીકળ્યું. ભેંસવાળાના લાભમાં ફેંસલો થયો, એટલે પાઘડીવાળ અધિકારીને કહે છે કે, “સાહેબ, પાઘડીની તે શરમ રાખવી હતી.” ત્યારે અધિકારી કહે છે કે, “પાઘડી ભેંસ ચાવી ગઈ. ૩ એવાતણું સૌભાગ્ય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com