________________
કહેવતસંગ્રહ
૧૭૯
૪૧૯ ભીખનાં હાંલ્લાં સીકે ચડે નહીં. ૨
ભીખનાં હાંલાં સીંક ચડે નહીં. ભીખે ભંડાર ભરાય નહીં. ૪૨૦. ભીખ ભંડારે નંખાય નહીં. ૫ ભીખ ભંડારે નંખાય નહીં. ધર્મને પૈસે પચે નહીં. ભીખને માલ કે નાણું, રાજા કે ચોર પોતાના ઘરમાં ભારે નહીં. ધર્માદાને પૈસો ખાવો તે મીંદડીનાં રૂવાડાં. દેહ–કાચો પારે બ્રહ્મરસ, શિવનિર્માલ્ય જે ખાય;
ઈશ્વર કહે છે પાવૅતીને, જડમૂલસે જાય. ૩૭૮ ૪૨૧. સમ ખાય તે સદા જુઠો. ૬ સમ ખાય તે સદા જુઠે. સવાયાના સો સમ. શેર મગદળના શાહેદી. જુગારીના સેગન જુઠા. ચોરની “ના” ને છીનાળવાની “મા” એ બન્ને બરાબર. (જુઠાના મનમાં) સમ ને સુખડું ખાવાજ કર્યો છે. ૪૨૨, ટપટપનું શું કામ, જેટલાથી કામ, ૫ ટપટપનું શું કામ, રોટલાથી કામ. પાડાપાડીનું શું કામ, બળી ખાધાથી કામ. પાડાપાડીનું શું કામ, છાસની દોણું ભરવાથી કામ. કરતા હો તે કરો ને છાસની દેણું ભરો. દેહ-તુલસી નફા બિચારીએ, ક્યા ભલે અરેસે કામ?
ભૂતસે હનુમાન મીલે, હનુમાન રામ. ૩૭૯ ૪૨૩. જુડની આવરદા બહુ તે સાડાત્રણ દહાડા. ૭
જુઠની આવરદા બહુ તે સાડા ત્રણ દહાડા. જુઠ ક્યાં સુધી નભે? જુઠને પગ નહીં, તે ઉભું રહી શકે જ નહીં. જુઠ ને જડતું ક્યાં સુધી આવે? જુઠાના હોઠ લબલબ થાય. જુઠ બેલવું ને જખ મારવી બરાબર. જુઠાનાં ડગલાં ચાર.
A lie has no legs. ૪૨૪. કેઠી હશે તે ઢાંકણાં ઘણાંએ મળશે. ૯
કાઠી હશે તે ઢાંકણું ઘણુંએ મળશે. શિર સલામત તો પઘડી બહોત. જીવતો નર ભદ્ર પામે. ૧ સવાયા-પૈસા. ૨ બળ મલાઈ તાજા વીઆયેલ ઢેરના દૂધની બળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com