________________
કહેવતસંગ્રહ
૧૭૭
૪૧૦. છાસમાં માખણ જાય ને વહુ કુવડ કહેવાય. ૩ છાસમાં માખણ જાય ને વહુ ફુવડ કહેવાય. ગાંઠેથી ગરથ જાય, ને લોકમાં હાંસી થાય. પૈસા ખર્ચીને મૂર્ખ બનવું. ૪૧૧. એલખ્યા પછી નવ ગજના નમસ્કાર કરવા. ૭
લખ્યા પછી નવ ગજના નમસ્કાર કરવા. પિછાન પડી, એટલે તોબા કરવી. જાયા, એટલે આઘેથી નમસ્કાર. નાકલીટી તાણવી. ઓળખીતે સિપાઈ બે ધમ્પા વધારે મારે. કેમ લૂટાણા, તે કહે ઓળખીતા મળ્યા. ગરજી વંદું છું, તે કહે તારા ગુણ જાણું છું. ૪૧૨. હવે હદપાર વાત ગઈ છે. ૬. (સારું તેમ ખરાબ, બન્નેમાં વપરાય છે.) હવે હદપાર વાત ગઈ છે. આ તે આડો આંક વાળ્યો છે. હવે હદ થઈ છે. હવે એક વ છે. હવે શગ (શિખર) ચડી રહી છે. હવે લી (મર્યાદાને) એલંઘી જવાય છે. ૪૧૩. છેકરાં આગળ છાની વાત કરવી નહીં. ૪ છોકરાં આગળ છાની વાત કરવી નહીં. બાયડી પાસે સાચી વાત કહેવી નહીં. છોકરાંથી છાસ પીવાય નહીં. છોકરાં તે છોકરજા.
૧ પૈસા મેળવવામાં ડહાપણ જોઈએ છે, તેમજ પૈસા સંભાળી રાખવા અને પૈસાને જોખમ લાગ્યા વગર જળવાઈ રહે તેમ કરવામાં પણ ડહાપણુ જોઈએ છે. તેમ યોગ્ય રીતે તેને વ્યય કરી ઉપયોગી બનાવવામાં ડહાપણની જરૂર છે. તે ઠેકાણે કોઈ માણસ અગ્ય રીતે ખર્ચ કરી પૈસે ગુમાવે છે તેને પૈસે ને પૈસે જાય છે, ને મૂર્ખ ગણાય છે. તે સંબંધમાં કહેવત છે કે છાસમાં માખણ જાય, ને વહુ કુવડ કહેવાય.” કારણ કે માખણવાળી છાસ આપવાથી વધારે ઉપકાર માનવો ઘટે તેને બદલે છાસ આપનારમાં માખણ ઉતારવાની ખબરદારીની ખામી ગણુ લેનાર મૂર્ખ કહે છે. ૨ આવડત વગર એમ થાય છે. ૩ નઠારે છે એમ પછાન પડ્યા પછી. ૪ કેઇના ગુણદોષ વર્ણન કરવામાં.
૨૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com