________________
કહેવતસંગ્રહ
૧૫૭
દેહરે ચોસઠ દીવા હે સખી, બારા રવિ તપંત;
ઘોર અંધારું તે ઘરે, જ્યાં સુત ન રમત. ૩૪૩ ૩૪૦. કેઈના પેટ ઉપર પગ મૂકે નહીં. ૬ કાઈના પેટ ઉપર પગ મૂક્યો નહીં. પીઠ ઉપર મારીએ, પણ પેટ ઉપર મારીએ નહીં. વહેતી ગંગામાં પગ મૂકવો નહીં. કોઈની ચાલતી સેર તેડવી નહીં.
ચાલતી રોજી તેડવાનું મહા પાપ છે. ચડતી દેરડી પાડવી નહીં. ૩૪૧. કુંભાર રીસે બળે ત્યારે ગધેડીના કાન ઊમેળે. ૮ કુંભાર રીસે બળે ત્યારે ગધેડીના કાન ઊમેળે. અકમ માટી રોડ પર શરો. દીવાની દાઝ કેડીઆનાં બચકાં ભરે. કોઇની રીસ કોઈ ઉપર ઊતારવી. આઈને ખાર બાઈ ઉપર કહાડવો. નબળો સિપાઈ ઢેડવાડે શો. શોકના ખારે ધણુને ખાટલે હગી ભર. નબળો ધણી રાંડપર શો.
A coward husband is a hero to his wife. ૩૪૨. હવેલી જોઈ ઝુંપડું પાડવું નહીં. ૭
(વાદ નહીં કરવા વિષે.) હવેલી જોઈ ઝુંપડું પાડવું નહીં. કોઈને વાદ થાય નહીં. ધર્મકર્મમાં વાદ નહીં. મીને વાદે ચણું ચાવવા નહીં. દેખાદેખી સાથે જોગ, પડે પિંડ કાં વાધે રાગ.
વાદે વરો કરીએ, તે બાવા થવાની નિશાની. ચેખરે અનુભવી આગળ વાદ જ વદે, તે ઊંટ આગળ જેમ પાળે ખદે. ૩૪૩. ઊકરડામાં સાંઢ મુતર્યો, તે શું જણાય? ૧૧
ઊકરડામાં સાંઢ મુતર્યો, તે શું જણાય ? કેગળે દવ એલાય નહીં. ફુકે વાદળું ખસે નહીં. મેવાળા તોડે મડાં હળવાં થાય નહીં. ઘોડે ગયું તે ગધેડે પાછું વળે નહીં. જુવાનીમાં પૈસા થયા નહીં, તે ઘરડપણમાં શું થાય?
૧ દેરડી=નાની દેહેરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com