________________
૧૩૮
કહેવત સંગ્રહ કબાડા ટાણે તેરીબી ચુપ ને મેરીબી ચુપ. જેટલી વ્યક્તિ તેટલી પ્રકૃતિ. જેટલા મુનિ તેટલા મત. Many men, many minds. ૨૮૬. પાપનાં બડબડિયાં બોલ્યા વગર રહે નહીં. ૯ પાપનાં બડબડિયાં બોલ્યા વગર રહે નહીં. પાપ પ્રકાશ્યા વગર રહે નહીં. પાપીનું અંતઃકરણ તેને ડખે. પાપનો ઘડે કુટયા વગર રહે નહીં. પાપ હડકાયું છે, પ્રકટ થયા વગર રહે નહીં. પાપ પિપળે ચડી પોકારે છે. બહુચરાજીનો કુકડો પેટમાં બેલે. પાપનો ઘડો ભરાય ત્યારે છુટયા વગર રહે નહીં. હરામને માલ સસરા નીકળે.
A pitcher that often goes to well breaks at last. ૨૮૭. ખેંચ પકડ મુજે જોર આતા હે. ૭.
(કમર ગુસ્સા બહેત વો માર ખાનેકી નિશાની.) ખેચ પકડ મુજે જોર આતા હે. મી પડ્યા પણ ટંગડી ઊંચી. વાણીવાળી તાણ, તે ઠેઠ સુધી તાણે. કમર ગુસ્સા બહોત, તો માર ખાનેકી નિશાની. હેડમાં પગ ને મુછે તાર. મળે નહીં પણ મચકે ઘણે. મનમાં ઇશક ઠંડા, ૫ણ ઉપરથી પતરાજ. His prosperity is fled, but his pride remains. A little pot is soon hot,
૧ કબાડું નીચું, દુષ્ટ કામ.
૨ “બહુચરાજીને કુકડે પેટમાં બોલે” એક વાર મુસલમાન બાદશાહની ફેજ ગુજરાતમાં બહુચરાજી માતા આગળ આવી. માતાજીના મંદિરમાં કુકડા બહુ તેથી મુસલમાનેએ તે કુકડા ખાવાની ઇચ્છા કરી. લેકના મનની ધર્મ સંબંધી લાગણી દુઃખાયાથી કુકડા નહી ખાવા સારૂ લેકેએ બહુ કહ્યું, પણ મુસલમાન ફેજે માન્યું નહીંને કુકડા રાંધીને ખાધા. જેટલા લોકોએ કુકડા ખાધા હતા તેમના પેટમાં કુકડા જીવતા થઈને બોલ્યા, ખાનારા હેરાન થયા ને કેટલાક મરી ગયા. તે ઉપરથી લોકોમાં એવી વાત ચાલી કે અધર્મને માર્ગે ચાલી કુકડા ખાધા માટે પેટમાં બોલ્યા. તે ઉપરથી કહેવત થઈ કે બહુચરાજીનો કુકડે પેટમાં બેલે” એટલે પાપ નડ્યા વગર રહે નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com