________________
બીજી આવૃત્તિ સબંધે બે બેલ
આ પુસ્તકની પહેલી આવૃત્તિ સને ૧૯૧૧ માં પ્રસિદ્ધ થયા બાદ તેના સંબંધમાં જે જે અભિપ્રાયે દર્શાવવામાં આવેલા તે લક્ષમાં રાખી નવી આવૃત્તિ બહાર પાડતી વખતે તેમાં યોગ્ય સુધારો વધારે કરવાને હારા સદ્દગત પૂજ્યપિતાએ વિચાર રાખેલ. તે ઉપરાંત આ પુસ્તકના વિષયમાં પિતે એટલે રસ લેતા કે પિતાની વૃદ્ધાવસ્થા છતાં તેમાં બને તેટલું વધારે કરવાને તેમનો પરિશ્રમ ચાલુજ હતું. તેને પરિણામે ઘણી નવી કહેવત, પ્રાસ્તાવિક દોહરા અને કઈ કઈ સ્થળે કહેવતને લગતી નવી વાતો ઉમેરતા ગયા. આ કામ પતે ઘણું આનંદ અને આગ્રહથી કરતા તે તેમના પરિચયમાં આવનારાઓ સારી રીતે જાણે છે.
સંવત ૧૯૭૭ ની ફાગુન વદ ૩ તા. ૨૬-૩-૧૯૨૧ ને શનિવારે તેમનું અવસાન થયું ત્યાર પહેલાં ઉપર જણાવ્યા પ્રમાણે બીજી આવૃત્તિને સારૂ પિતાને હાથે લખેલા સુધારા વધારા બધા તૈયાર હતા.
એમની હયાતીમાં આ પુસ્તકની બીજી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ શકી હોત તે એમને પિતાને ઘણે સંતોષ થયે હોત, એટલું જ નહી પણ છપાવવાનું કામ એમની પોતાની નજર આગળ થવાનો લાભ પણ મળી શકત, પણ દૈવયોગે તે બની શક્યું નહી.
એમના સ્વર્ગવાસ બાદ થોડા વખતમાં હસ્તલિખિત પ્રત તપાસી જઈ તેને છપાવવા લાયક સ્થિતિમાં મુકવાનું કામ હેં શરૂ કર્યું, અને ૧૯૨૧ ના સપ્ટેમ્બર માસમાં આ પુસ્તક ગુજરાતી પ્રેસમાં છાપવાને આપ્યું. હાલના સંજોગોમાં છાપખાનામાં પણ વિલંબ થાય છે તે પ્રમાણે આ પુસ્તકના સંબંધમાં પણ કેટલેક અંશે થયું છે.
છાપવાને માટે આ પુસ્તકની નકલ તૈયાર કરવામાં સ્વર્ગસ્થના વૃદ્ધ સ્નેહી. રા. ત્રિભુવન જગજીવન જાનીએ મારા પિતાશ્રી પ્રત્યે તેમના પૂજ્ય ભાવથી શ્રમ લીધે છે તેને સારૂ તેમનો ઉપકાર માનું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com