________________
કહેવત સંગ્રહ
૧૪. મનકી મનમેં રહી, હે ગઈએર. ૧૬
(ધારવું મનુષ્યનું ને કરવું હરિનું તે વિષે.) મનકી મનમેં રહી, હે ગઈ આર. ધારવું મનુષ્યનું ને કરવું હરિનું. માણસ ધારે, ખુદા પાર ઉતારે. શ્રીહરિ કરે તે ખરી. ગોવિંદને ગમતું થાય, હારું હારું મિથા છે. વિચાર્યું વાએ જાય, અણધાર્યું આગળ થાય. અવળાનું સવળું થાય, આપણું ધાર્યું એળે જાય, મનનું ધાર્યું થતું હોય તે બાકી જોઈએ શું? ' . . મરજી પ્રમાણે થતું હોય તે સઘળા પાલખીએ બેસે. - ધાર્યું કેઈનું થતું નથી, ધાર્યું ધણીનું થાય. જીવ તું શીદને સચના ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. દેહ-માનવ જાણે મેં કરું, કરતલ દુજા કેય;
આદય અધવચ રહે, હરિ કરે સે હોય. ૨૦૦ અપને મન કછુ એર હે, શ્રીહરિકે મન એર; ઉધવ માધવ કહે, જુઠી મનકી દેર. મેરે ચિ હર ના કરે, કયા કરૂં મેં ચિંત; હરકે ચિત્ય હર કરે, તાતે રહે નચિંત. શિદને મન ચિંતા કરે, થાવાનું તે થાય;
ગમતું થાય ગોવિંદનું, તે જાણ્યું નવ જાય. ૨૦૩ સેર–કીધું જે કીરતાર, નરનું કીધું થાયના
સહુ ખાય સંસાર, મનના મોદકમોતિયા. * ૨૪ Man proposes, God disposes. God's will be done. What is fated must come to pass..
If wishes were horses, beggars would ride. ૧૪૩. ચાર દિવસનું ચાંદરણું ને રાત અંધારી ઘેર. ૧૧
(બહુ ચળકે તે તુરત ઓલાય તે વિષે.) ચાર દિવસનું ચાંદરણું, ને રાત અંધારી ઘેર. ઊગ્યા તે આથમવાના. બહુ પુલ્યા તે પહેલા તુલ્યા. ઢેઢડીના પગ ચાર દિવસ રાતા ચાર ઘડીનું ચટકે પતંગ રંગ. ૧ મનના મેદમનના મલીદા-મનસુબા. ૨ તુત ઝાંખે થાય.
૨૦૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com