________________
૧૦
પ્રસ્તાવના
આવે તો ગુજરાતી ભાષામાં કહેવતને બેશક વધારો થાય અને એ વધારે સૌને નવી પ્રજાને આશિર્વાદ રૂ૫) ઉપયેગી થઈ પડે, એમાં કશો શક નથી. એવા ઈરાદાથી આ નાનો સંગ્રહ બહાર પાડવામાં આવ્યો છે.
કહેવતોની કિંમત વિદ્વાન અને લેખક માણસો જ જાણે છે. કહેવત એ વિદ્વાન માણસના મહેડામાંથી નીકળેલાં વચનબાણ છે. એ વચનબાણ જે મનુષ્યના હદયમાં વાગે છે, તેને અસર કરે છે. અને તેથી ભાષામાં તથા લખાણમાં કહેવતો બહુ બહુ કામ કરે છે.
કહેવત વગરની ભાષા રસકસ વગરની, લુખી લાગે છે. કહેવતથી ભાષણો ને લખાણે ઝમકદાર, રસદાર લાગે છે. “હૈોવેલ” કહે છે કે, “આપણે લેકવાણુને દેવવાણું કહીએ છીએ, ત્યારે કહેવતો એક લેકવાણું વગર બીજું શું છે? તે પહેલવહેલી ઘડાઈ અને પછી લોકોની પસંદગીથી વાતચીતમાં ફેલાણું, તેથી તેના વજન અને વધારામાં શ્રેષ્ઠતા હેવી જોઈએ.
આરબી કહેવત છે કે, “જેમ નમક વગરનું ભોજન લખું તેમ કહેવત વગરની ભાષા લુખી” એ યથાર્થ છે. નમક વગરનું ભજન ફીકું લાગે છે, તેમ કહેવત વગરનાં ભાષણો અને લખાણે શિકાં નિરસ લાગે છે. ગમે એવું ભેજન હોય, પણ નમક વગર સ્વાદદાર લાગતું નથી, તેમ ગમે એવું સુન્દર અને અલંકારયુક્ત લખાણ તથા ભાષણ કહેવત વગર ઝમકદાર લાગતાં નથી. તેથી કરીને કહેવતોના અભ્યાસની બહુજ આવશ્યકતા છે.
કહેવતને અભ્યાસ પસંદ કરવા લાયક અને ઉપયોગી છે. માણસાઈ અનુભવ અને અવલોકનની કોઈ પણ શાખા એવી નહિ હોય કે જે કહેવતમાંથી બાકી રહી હશે. આપણે આગળ જોઈ ગયા છીએ કે કહેવતો એ વિદ્વાન પુરુષોને અનુભવ અને ડહાપણનો સિદ્ધાંતસાર છે, અને એ સિદ્ધાંતસાર મનુષ્ય માત્રને બહુજ અસર કરે છે. અનુભવીઓના અનુભવથી સિદ્ધ થયેલાં એ વચને છે. એ વચને લાંબા વખતના પરિપકવ વિચાર અનુભવનો સાર માત્ર છે, અને તે કદાપિ અસત્ય હેત નથી. તે બતાવવાને કેટલાંક સાધારણ કહેવાનો મતલબ આપણે ઉકેલી શું
બાર કેષેિ બોલી બદલે, તરૂવર બદલે શાખા;
જાતે દાડે કેશ બદલે, લખણુ ન બદલે લાખા. બાર કે ભાષા બદલે તે કેટલે દરજે સત્ય છે તેની આપણે તપાસ કરીશું. કાઠિયાવાડ ઇલાકામાં ગોહિલવાડ, હાલાર, ઝાલાવાડ અને સોરઠ એવા પ્રાંતિ આવેલા છે. હાલાર પ્રાંતમાંથી “ળ” અક્ષરને હાંકી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com