________________
પ્રસ્તાવના
Disrael says: “Proverbs embrace the wide sphere of human existence, they take all the colours of life, they are often exquisite strokes of genius, they delight by their airy sarcasm or their caustic satire, the luxuriance of their humour, the playfulness of their turn and even the elegance of their imagery, and the tenderness of their sentiment. They give a deep insight into domestic life and open for us the heart of man, in the various states which he may occupy. A frequent review of proverbs should enter into our readings; and although they are no longer the ornaments of conversations, they have not ceased to be the treasures of thoughts."
કહેવતો એ મનુષ્યનું અસ્તિત્વ બહાળા ભાગમાં દર્શાવે છે. છંદગીના જૂદા જૂદા સઘળા રંગ તે ગ્રહણ કરે છે. કહેવત એ અક્કલના સર્વોત્તમ ટકારા છે, એજ તેમની હવાઈ નિંદા અથવા તિરસ્કારથી આનંદ આપે છે. એમાં રહેલી રમૂજની વિપુલતાથી તથા તેમના સારના મરોડથી રમતગમત થાય છે, તેની બનાવટની શ્રેષ્ઠતાને લીધે તથા તેમાં રહેલાં સત્વની નરમાશને લીધે પણ આનંદ આપે છે.
કહેવત ઘરસંસારને વ્યવહારનું ઊંડું જ્ઞાન આપે છે અને માણસો જંદગાનીની જુદી જુદી સ્થિતિ ભોગવે છે તે સર્વેમાં માણસનું અંતઃકરણ આપણે માટે ખુલ્લું કરે છે.
કહેવતનું વારંવાર અવલોકન આપણું વાંચનમાં આવવું જ જોઈએ, અને વાતચીતનો શણગાર એ હવે કહેવત તરીકે નથી, તે પણ વિચારને ખજાને તે છે, છે ને છેજ,
લેર્ડ ડિઝરાયલી આપણી ગુજરાતી ભાષામાં કહેવતને લંડળ બીજી ભાષાઓની માફક સાર ભરેલું છે, અને એ કહેવતને અહીંતહીં છિન્નભિન્ન થયેલે વેરાઈ પડેલા ખજાનાનો જે સંગ્રહ કરવામાં આવે તો પ્રજાને આશિર્વાદ રૂપ થઈ પડ્યા વિના રહેજ નહિ..
ગુજરાતી ભાષામાં આજ સુધીમાં કહેવતોના નાના મોટા સંગ્રહ પુસ્તકના આકારમાં પ્રગટ થયા છે, તે છતાં હજુ ઘણી કહેવતો જનસમૂહને મહેડે બોલાય છે; ને તે અપ્રસિદ્ધ રહી ગયેલી જણાય છે. જનસમૂહને મહેડે રહેલી એવી કહેવત છે ખરો ઉત્સાહ, ખરી ખંતથી એકઠી કરવામાં
૧ હવાઈ=હવાના જેવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com