________________
કહેવતસંગ્રહે
ગુરૂ તેવા ચેલા, વગુતી રાંડ ને વેવલાં છેાકરાં, હલાવી ખીચડી તે મહાવી દીકરી.૧
પગરણ બેઠું. ઉપાય કરવાના વિચાર કરી પેાતાના મિત્ર એક મેટા અમીરની પાસે વાત કરી મદદ માગી. તે અમીર દુકાન ઉપર દશવીશ રાહીલાને લેઇને આવ્યા અને હુકમ કર્યો કે મેકમચંદને પકડી લાવેા. રાહીલા છૂટયા તે ગિણકાને ઘેર ગયા. રાહીલાને જોઈ મેાકમચંદના હાંજા ગડગડી ગયા. ક્ષેત્ર વાણીઆનું અને “વીશ વસા મેાસાળના, તેથી ઢાલ, તલવાર ખાંધવાની સેાંર રહી નહીં ને ચાળીનીક માફક રાહીલા કાન ઝાલી દુકાનપર મેકમચંદને લઇ આવ્યા. અમીરે હુકમ કર્યાં કે, ખાંધા, શું જોઇ રહ્યા છે? મારો. એટલે મેકમચંદ્ર પાંસરા નેતર જેવા થઇ કહે છે, “સાહેબ, આપ હુકમ કરો તેમ કરવા તૈયાર છું.” એટલે અમીરે શેઠને હુકમ કર્યાં કે, માકમચંદને એક લાખ રૂપીઆ રોકડા, અને રહેવાને ધર અલગ દુરના લતામાં આપે. તે પ્રમાણે શેઠે એક લાખ રોકડા અને દૂર વાણીઆના મેહાદામાં પેાતાનું એક મકાન હતું તે માકમચંદને આપ્યું. માકમચંદે પેાતાને તમામ હક ઉઠાવીને ફારગતી લખી આપી. અમીરે કહ્યું, ફ્રી દુકાનપર ચઢીશ તા તારી ગરદનથી માથું ઉડી જશે. તેથી ડરને લીધે માકમચંદ પછી કાઇ દિવસ દુકાને પૈસા માટે આવ્યા નહીં, ને જુઠ્ઠા મેહેલ્લામાં ધર આપેલું ત્યાં જઈ રહ્યો.
મેાકમચંદે ગણિકા રાખેલી તેથી પરણેલી સ્ત્રી ગમે નહીં. તેની સાથે અણબનાવ રહેવા લાગ્યા એટલે પરણેલી સ્ત્રી સારા કુટુંબની દીકરી તે તેના પાહેરમાં રહેવા લાગી એટલે મેાકમચંદ એકલા જ ધરમાં રહેતા હતા.
લાખ રૂપીઆ મળ્યા તે મેાકમચંદના ખર્ચના ઝપાટા આગળ ઝીક જીલી શક્યા નહીં, ને ચાર પાંચ વરસમાં તમામ રૂપીઆ ખરચાઇ ગયા. પાસે રૂપીઆ મળે નહી એટલે ગણિકાએ પાતાના ઘરમાં પેસવા દીધા નહીં. તેથી મેાકમચંદ્ય ઉદાસ થઇ પૈસા વગર હેરાન થવા લાગ્યા.
તે એક દિવસ પાતાના આટલા ઉપર ઉદ્ભાસ થઇ બેઠા હતા. ત્યારે નીચેન પ્રસંગ બન્યો.
દિલ્હી શહેરના કાઇ શાહુકાર પરદેશમાં ખૂબ પૈસા કમાઇને આવ્યા. તેણે વાણીઆની તમામ જ્ઞાતિને ખમ્બે લાડવા, દરેક લાડુમાં અકેક સાનામહેાર અને એક થાળી એટલું લાહાણું કરી પાતે પ્રસિદ્ધ થવા વિચાર કર્યો, ને તે પ્રમાણે લાહાણું વહેંચવા માંડ્યું. તે લાહારૂં કરનાર શાહુકારના ધરની સ્ત્રીએ લાડવા, અને થાળીએ ગાડીમાં ભરી વાણીઆના દરેક મેહાદ આગળ જઇ ઉભી રહે ને વાણીઆના ઘરનાં નામ વાંચી ગાર લાહાણું લેવા સૌને કહી આવે; એટલે મહાદાના વાણીના ધરની સ્ત્રીએ મેહલાને નાર્ક જઇ પાતપેાતાનું લાહાણું લેઇ આવે. તે રીત મુજબ મેકમચંદના મેહાદામાં ગાર આવી નેતરાં આપી ગયા, એટલે મેહેલાની સ્રીએ ધરેણાંગાંડાં અને સુંદર વસ્ત્ર પહેરી લાહાણું લેવા ચાલી.
૧ ખીચડી હલાવે તે સારી થાય નહીં. ભાન ૭ ખરી ગરીબ હાય તે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com