________________
મુંવાડુ, મહેરા, એવા ઉચ્ચાર કરે છે, ચતર જેવા એકાર, એકારને અતિક્રમ કરનારા પ્રદેશમાં પણ વાપરી જેવી પાછળ પડેલી જાત (કે જે હમેશ આચાર વિચારમાં તેમજ ભાષામાં પણ જમાનાની પાછળ હોય છે તે) હજુ પણ બેસી રહે કહેવાને બદલે “બિશિ રહે,' પિશિ ગઈ એવા ઉચ્ચાર કરે છે. શું આ બધા ઉપરથી એમ નક્કી થતું નથી કે ઇકાર ઉકારવાળાં રૂપ તે ગુજરાતી ભાષાનાં પૂર્વરૂપ છે અને એ બદલાયેલ કાળ તે બહુ પાસેને કાળ છે.
નરસિંહ મહેતા સોળમા શતકની શરૂઆતના કવિ છે અને સોળમા શતકની ભાષા હાલની ભાષા કરતાં જુદું રૂપ ધરાવતી ભાષા છે, તે નરસિંહ મહેતાની કવિતા વીસમા શતકની ગુજરાતી, ભાષામાં હોય તેવી છે એનું કારણ શું કારણ છે. નરસિંહ મહેતાની નહિ એવી ઘણી કવિતા નરસિંહ મહેતાના નામ પર ચઢી ગઈ છે. રા. છગનલાલ વિદ્યારામ રાવળે સં. ૧૭૦૮માં થયેલા કવિ વિશ્વનાથ જાની કૃત હારમાળાની લખેલી પ્રતિ શોધી કાઢી છે. એની હકીક્ત આપતાં “ગુજરાત શાળાપત્ર પૃ. જેમાં તેઓ લખે છે કે “આ હારમાળાનું કાવ્ય બ. કા ના છઠ્ઠા ભાગમાં નરસિંહ મહેતાના નામથી પ્રસિદ્ધ થયું છે.” “વૈષ્ણવજન તો તેને કહીએ,
જે પીડ પરાઈ જાણે;” એ પદ બ્રહત કાવ્યદેહમાં નરસિંહ, - મહેતાને નામે પ્રસિદ્ધ થયું છે, તેમાં અને મંદિરમાં ગવાતાં પર
સંગ્રહની મારી પાસેની જૂની પ્રતિમાં નીચે પ્રમાણે ફેર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com