________________
તેમ તે કઈ મારવાડીને ઉદ્દેશીને રાયેલ નથી; એના રચનારની જન્મભૂમિ અમદાવાદ છે અને તેમનું નિવાસસ્થાન પાટણુ છે. પાટણની પાસેના જલસમુદ્ર ગામના શ્રાવકસંઘને સંભળાવવા પાટણના લેક્ટ્રસિદ્ધ પુરૂષને અવલંબીને આ કાવ્ય રચાયું છે. એવી ભાષા સાથે “ કાન્હડદે પ્રબંધ'ની ભાષા સરખાવી જેવાથી ખાત્રી થાય એવું છે કે “કાન્હડદે પ્રબંધની” ભાષા તે મારવાડી ભાષા નહિ પણ જૂની ગુજરાતી ભાષા છે. એ વખતની મારવાડી ભાષા ઘણી રીતે ગુજરાતી ભાષાને મળતી હોવા છતાં ખાસ લક્ષણોમાં ગુજરાતીથી જુદી પણ હતી. જેનગ્રંથેપર મારવાડી જૈન સાધુઓએ એ કાળે કરેલી ટીકાઓમાં આ ફેર સ્પષ્ટ દેખાઈ આવે છે. મારવાડીએ હાલમાં છઠ્ઠી વિભકિતને પ્રત્યય “રેરી રૂ” વાપરે છે, તે પ્રત્યયે તે વખતની મારવાડી ભાષામાં પણ વપરાતા હતા. સંવત ૧૫૪પમાં એકલિંગ મહાદેવમાં લખાએલા શિલાલેખમાં તિરો પુત્ર, તિ પુર, તિફ પુત્ર, એવા શબ્દો લખાએલા છે. જૂની મારવાડીભાષા અને જૂની ગુજરાતીભાષા એક છે, એમ માનવું એ ભૂલભરેલું છે.
વિમલપ્રબંધના કર્તા જૈન સાધુ હોવાથી એવો આક્ષેપ ઉભો થવાનો સંભવ છે કે વિમલપ્રબંધની ભાષા તે ભાષા છે. ખરું જોતાં જૈનભાષા એ નામની કઈ ભાષા જ નથી. જેને કઈ જુદી પ્રજા નથી કે તેમની ભાષા જુદી હોય. આપણભાઈ પિતરાઈએમાં કેટલાક શિવ કે વૈષ્ણવ હોય છે, તેમ કેટલાક જૈન છે. પ્રાકૃતભાષા લોકભાષા હતી તે વખતે એમના ગ્રંથો મુંથાયેલા હોવાથી તે પ્રાકૃત ભાષામાં છે. બ્રાહ્મણના ધર્મગ્ર સંસ્કૃતમાં હોવા છતાં નરસિંહ મહેતા, ભાલણ, શ્રીધર વગેરે કવિઓ લૌકિક
સાહિત્ય લેકભાષામાં રચતા હતા, તેમ જૈનકવિઓ પણ લૌકિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com