________________
૫૬ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થ. તેનાથી બીજી રીતે ધર્મ નથી,વળી બજેઓ પરલોકના ભયથી હિંસા વિગેરે કરતા નથી, તેઓ માંસ મંદિરા વિગેરે નથી વાપરતા તે મનુષ્ય જન્મના ફળથી વંચિત રહે છે, પણ તમે સારું કર્યું કે અમને સાચો માર્ગ બતાવ્યા હે શ્રમણ હે બ્રાહ્મણ ! શરીરથી જુદો જીવ નથી આ તમારૂં ધર્મ કથન અમને બહુ ગમે છે હે આયુશ્મન્ (પૂજ્ય)? તમે અમારે ઉદ્ધાર કર્યો, નહિ તે અમને કાપડી વિગેરે એ ઠગ્યા હોત? માટે અમે તમને પૂજીએ છીએ હું પણ તમને કંઈ થડે બદલે આપું, એમ કહીને ખાવાનું પીવાનું મિષ્ટાન્ન તથા સ્વાદિષ્ટ વસ્તુઓ વસ્ત્ર પાત્ર કાંબળો પાદ પુંછન વિગેરે આપે છે. આ પ્રમાણે પૂજાની મહત્વતા માટે કેટલાક ત્યાગીને વેષ પહેરી રાજસભામાં રાજાને પ્રતિબંધ પમાડે છે, અને ધીરે ધીરે તેને પિતાના મતમાં યુક્તિઓ ઘટાવીને હિત અહિત લેવું છોડવું સમજાવીને તેમને પક્કડ ધર્મવાળા બનાવી દે છે, તેમના હૃદયમાં ધીરે ધીરે ઠસાવે છે કે યાદ રાખે કે” તેજ શરીર તેજ જીવ એ ન ભૂલે, અને જીવ જુદે શરીર જુદું એ તદન ભૂલી જાઓ” તેનાં અનુષ્ઠાન પણ તેવાંજ કરાવાનું બતાવી આગ્રહી બનાવે છે,
વળી જેઓ ભાગવતમતના પરિવ્રાજક (બાવા) વિગેરે છે, પછી તેઓ લોકાયતિકે (હાલના વામમાગીએ) ના ગ્રંથને સાંભળીને તે મતમાં વિષય લેલુપતાથી ભળેલા તેઓ પૂર્વે દીક્ષા લેતી વખતે જાણે છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com