________________
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન
પ્રાકૃતિક વિભાગ
પ્રકરણ ૧ લું
પ્રાકૃતિક ભૂગોળવિજ્ઞાન ભૂગોળવિજ્ઞાનને અર્થ
અંગ્રેજીમાં જે વિષયને “ ગ્રાફી” કહેવામાં આવે છે તેને માટે ગુજરાતી શબ્દ ભૂગોળ વપરાય છે. “ શી” શબ્દ બે ગ્રીક શબ્દોને સમાસ છે અને તેનો અર્થ “પૃથ્વીનું વર્ણન” થાય છે. ભૂગોળ એ એક પ્રકારનું વિજ્ઞાન છે. એક રીતે ભૂગોળવિજ્ઞાન એ ભૂવિદ્યાની શાખા ગણાય, પરંતુ આ વિષયમાં પ્રાકૃતિક વિભાગ ઉપરાંત દેશના વ્યાપાર, સંસ્કૃતિ વગેરેના અભ્યાસને પણ સમાવેશ થાય છે. પૃથ્વીની રચના, વિવિધ આવરણોની સ્થિતિ, સર્વ વ્યાપક હવામાનની ઘટના અને ભૂપૃષ્ઠ પર જોવામાં આવતાં પ્રાણું અને વનસ્પતિની વિવિધતા વગેરે ભૂગોળવિજ્ઞાનના અભ્યાસનાં મુખ્ય અંગે છે. આસપાસના વિશ્વચમકાર સમજવા તથા સજીવ અને નિર્જીવ સૃષ્ટિ પર તેમની થતી અસર નિહાળવી, એ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે. ભૂગોળને વિષય પણ અન્ય વિજ્ઞાનની માફક પ્રત્યક્ષ
? Geo=the earth and grapho= to writes. i. e. & writing or description of the earth.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com