SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન સમયને વ્યવહાર [ ૧૮૧ સિવાય અનાજ, લાકડું અને તેલીબીયાં પણ જોવામાં આવે છે. ખનીજની નિકાસની દૃષ્ટિએ આ રેવેની અગત્ય ઘણું જ છે. નડીયાદ-કપડવંજ રેલ્વે આ સાંકડા પાટાની રેલવે નડીયાદ અને કપડવંજ વચ્ચે દોડે છે. એ ગુજરાત રેલવે કંપનીની રેલવે છે. ઇ. સ. ૧૯૧૩ માં આ રેલવે બંધાઈ હતી અને ઈ. સ. ૧૯૩૦-૩૧ ની ગણત્રી પ્રમાણે તેની લંબાઈ ૨૮૧૮ માઇલ હતી ને તે જ વર્ષમાં એકંદર આવક આશરે રૂા. ૧ લાખ હતી.૧ ઈ. સ. ૧૯૩૧-૩ર માં આ રેલ્વે મારફતે ૨૫ હજાર ટન માલની અવરજવર થયેલી અને તેમાંથી આવક રૂ. ૭૯ હજાર થયેલી. ૧૪ હજાર ટન માલ આયાત થયેલો અને ૧૧ હજાર ટન નિકાશ થયેલ. આ રેલવેને પણ મોટર હરીફાઈએ અસર કરેલી છે. ગોધરા-લુણાવાડા રેલવે આ પણ સાંકડા પાટાની રેલવે ગુજરાત રે કંપનીના તાબામાં છે. રેવાકાંઠા એજન્સીમાં આ રેલ્વે આવેલી છે. ઇ. સ. ૧૯૧૩–૧૪ માં આ રેલ્વે પૂરી થઈ હતી. ઇ. સ. ૧૯૩૦૩૧ માં આ રેવેની લંબાઈ ૨૫-૪૦ માઈલ હતી. તે જ વર્ષમાં તેની એકંદર આવક આશરે રૂ. ૧ લાખ હતી. ઈ. સ. ૧૯૩૧-૩૨ માં આ રેલ્વે મારફતે આશરે ૧૪ હજાર ટન માલની અવરજવર થયેલી અને તેમાંથી આવક આશરે રૂ. ૭૬ હજાર થયેલી. આશરે ૪ હજાર ટન માલ આયાત થયેલો, પણ ૧૦ હજાર ટન નિકાશ થયેલો.* અનાજ અને તેલીબીયાં આ રેલવે મારફતે બહાર નિકાશ થાય છે. ૧-૨ History of Indian Railways (1982-83) p. 61. » p. 60. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034835
Book TitleGujaratnu Prakritik ane Vyapari Bhugol Vigyan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Girdharlal Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1937
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy