SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ ]. ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન પાલણપુર-ડીસા રેલ્વે. મધ્યમ પાટાની આ રેલ્વે બનાસકાંઠા એજન્સીમાં વ્યવહારને મુખ્ય માર્ગ છે. તે પાલણપુરથી ડીસા સુધી દોડે છે. આ રેલ્વે પાલણપુર દરબારની છે, પણ તેને વહીવટ બી. બી. એન્ડ સી. આઈ. રેલ્વેને સેપેલો છે. ઇ. સ. ૧૮૯૩ માં આ રેલવે તૈયાર થઈ હતી. ઈ. સ. ૧૯૩૦-૩૧ ની ગણત્રી પ્રમાણે તેની લંબાઈ ૧૭-૧૧ માઈલ હતી, અને તે જ વર્ષમાં એકંદર આવક આશરે રૂા. ૧ લાખ હતી. રાજ્યની મુખ્ય પેદાશ કપાસ, ડાંગર, શેરડી, અનાજ, જંગલની પેદાશ, બળદ વગેરે આ માર્ગે જ નિકાશ થાય છે. રેતાળ પ્રદેશમાં આ રેલવે સિવાય બીજું વ્યવહારનું સાધન કંઈ નથી. ચાંપાનેર-શીવરાજપુર પાણું રે આ સાંકડા પાટાની રેલ્વે બી. બી. એન્ડ સી. આઈ. રેલ્વેના ચાંપાનેર રટેશનથી પાણહીલ્સ સુધી જાય છે. ખનીજવાળા પ્રદેશમાં આ રેલવે આવેલી હોવાથી ખનીજની નિકાશ ઘણી થાય છે. આ રેવે ગુજરાત રેલવે કંપનીની છે, પણ વહીવટ બી. બી. એન્ડ સી. આઈ. રેલ્વે કરે છે. ઇ. સ. ૧૯૧૧ માં આ રેલ્વે ખુલ્લી મૂકાઈ હતી. ઇ. સ. ૧૯૩૦-૩૧ માં આ રેલ્વેની લંબાઈ ૩૦૬૮ માઈલ હતી. એકંદર આવક અશરે રૂ. ૧ લાખ થયેલી. ઇ. સ. ૧૯૩૧-૩૨ માં આ રેલ્વે મારફતે ૫૪ હજાર ટન માલની અવરજવર થયેલી અને રેલવેને તેમાંથી રૂા. ૭૦ હજારની આવક મળેલી. વળી આ માલમાંથી ફકત ૩ હજાર ટન માલ આયાત થયેલો, પણ ૫ હજાર ટન માલ નિકાશ થયેલ. આ સાબીત કરે છે કે આ રેલ્વે મારફતે નિકાશ (ખનીજની) વધારે પ્રમાણમાં થાય છે. તે જ વર્ષમાં લગભગ ર૭ હજાર ટન ખનીજની જ અવરજવર થયેલી તે į History of Indian Ruilways, (1932–3:), p. 56. ૨-૩ , , , pp. 8–59. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034835
Book TitleGujaratnu Prakritik ane Vyapari Bhugol Vigyan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Girdharlal Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1937
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy