SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન માં પણ જમીનને વ્યવહાર સારી હાલતમાં ન હતા. વડોદરાના રાજ્યમાં ફક્ત અગત્યના જીલ્લાની ટેકરી પાસેના રસ્તા બાદ કરતાં રસ્તા એવા ખરાબ હતા કે કૂતરાને મારવા એકે પત્થર પણ ન મળતો. ઇ. સ. ૧૮૬૦ પછી ધીમે ધીમે રસ્તા ને રેલ્વેની શાખાઓ બંધાવવા લાગી. દરીયાકિનારાને વ્યવહાર નવસારી અને બિલીમેરા બંદરે સારે ચાલતો હતો. કાઠીયાવાડમાં વ્યાપારને માર્ગ ઘેઘાથી સોમનાથ ને દ્વારકા સુધી હતા. બીજા રસ્તા ઝિંઝુવાડા ને પાટડીથી વઢવાણ, વીરમગામથી વઢવાણ અને ધંધુકાથી વીરમગામ એ પ્રમાણે હતા. આ રસ્તા જંગલમાં આવેલા હોવાથી ઘણા ભાગે વ્યવહાર કિનારાને માર્ગે થતો. ઇ. સ. ૧૮૪૨ સુધી કિનારા ઉપર વ્યવહારનાં ૬૨ બારાં હતાં." અર્વાચીન યાંત્રિક વ્યવહારની અગત્ય યાત્રાએ દેશના વાણિજ્યમાં જેટલું પરિવર્તન કરેલું છે તેટલું બીજી કઈ પ્રવૃત્તિમાં કરેલું નથી, એ કહેવું કંઈ અતિશયોક્તિભરેલું નથી. ઉદ્યોગમાં, ખેતીમાં વગેરે પ્રવૃત્તિમાં યાંત્રિક શોધથી પરિવર્તન થયેલું હોય તે તેનું મુખ્ય કારણ યાંત્રિક વ્યવહાર છે. ગમે તેટલી ઉદ્યોગપ્રવૃત્તિ કે વ્યાપારપ્રવૃત્તિ ખીલેલી હોય પણ વ્યવહારનાં સાધના અભાવે તેઓ પૂર્ણ કળાએ કદિ પહોંચતી નથી. યાંત્રિક વ્યવહારથી દરેક દેશમાં સારી રીતે ખીલી શકે તેવી ઉદ્યોગ કે ખેતીની પ્રવૃત્તિને અનુપમ ઉત્તેજન મળેલું છે. ખેતીપ્રધાન દેશે ખેતીને સારી રીતે ખીલવીને પોતાની આબાદી વધારે છે. ઉદ્યોગપ્રધાન દેશો પિતાના ઉદ્યોગને વધારીને સમૃદ્ધિ મેળવે છે. આ પ્રમાણે દરેક દેશ પિતાની થાયતા પ્રમાણે જુદી જુદી પ્રવૃત્તિમાં શ્રેષ્ઠતા મેળવીને બીજા દેશે પાસેથી શ્રેષ્ઠ બનતી ચીજે પિતાના શ્રેષ્ઠ માલના બદલામાં મેળવે ૩. Kaina and Panchmahal Gaze, ( 1 9); pp. 68 pd 240. ૪. Baroda G. a. (1883); pp. 142–143; ૫. Kathi Tw Guz (1864), pp. 210–26. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034835
Book TitleGujaratnu Prakritik ane Vyapari Bhugol Vigyan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Girdharlal Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1937
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy