________________
વ્યાપાર અને વ્યવહાર
[ ૧૩૭
થયા, તેથી પ્રાંતના એકદર વ્યાપારને બહુ દાનિ થઈ નહી, ખાદશાહેાની રાજધાની અહિલવાડ બદલાઈ અને અમદાવાદ થઈ, પણદરીયાઈ વ્યાપારનું ખારૂં ખંભાત જ રહ્યું. કુદરતી રીતે ઉત્તરના અધેા વ્યાપાર અમદાવાદમાં આવ્યે. ગુજરાતના દરીયાઈ વ્યાપાર અરઅસ્તાન, ઇરાન, આફ્રીકા વિગેરે સ્થળે વધવા લાગ્યું. ખાદ શાહી અમલમાં મુસલમાન વ્યાપારીને વધારે ઉત્તેજન મળેલું હોવું ભેઇએ. ગુજરાતી વહાણાના પીપલધ્વજ આખા પૂર્વના મહાસાગરમાં ફરકતા. હિન્દુ રાજાઓની માફક બાદશાહેા પણ કળા, સ્થાપત્ય વગેરેમાં રસ લેતા, તેમ જ લેપિયેાગી સાધના પૂરાં પાડતા, વ્યાપાર માટે ધારી રસ્તા પણ તે વખતે સારા હતા અને બાદશાહાના વખતમાં જ પત્રવ્યવહારની વ્યવસ્થા શરૂ થઈ હતી. પ્રાચીન વ્યાપારના જેવાં જ લક્ષણે! ણા ભાગે આ વ્યાપારનાં હતાં. પુનનિકાશને વ્યાપાર પણ ચાલુ જ હતા.
ત્રણ સદીના બાદશાહી અમલ પછી મેાગલ રાજ્યના ઉદય થયા, પણ મેાગલ રાજધાની દિલ્હી રહેવાથી અમદાવાદના સૂબા વ્યાપારપ્રવૃત્તિ ઉપર એટલું બધું ધ્યાન આપતા નહીં. છતાં વ્યાપારઉદ્યોગ ચાલુ રહ્યો, પણ ખંભાત બંદરને બદલે સુરત દરીયાઇ વ્યાપારનું ખારૂં થયું. આશરે દોઢસા વર્ષના મેાગલના અમલમાં પહેલાનાં રાજ્યેા જેવી જાહેોજલાલી નહીં વધી હાય, પણ અૌચીન વ્યાપારનાં લક્ષણે! જેવાં માગલ સમયના વ્યાપારનાં લક્ષણા ન હતાં. ચ્યા પછી અશાન્તિને કાળ શરૂ થયા અને મરાઠાની ચઢાઇથી તેમજ સામાન્ય અવ્યવસ્થાથી ગુજરાતમાં રેલ્વે આવી ત્યાં સુધી વ્યાપાર અને વ્યવહારની સ્થિતિ સુધરી નહીં.
::
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com