SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન લગતા ઉદ્યોગોમાં મુખ્ય ખામીઓ પ્રાણુઉછેરની અવગણના અને ઔદ્યોગિક ખીલવણી પ્રત્યે રાજ્યની ઉદાસીનતા છે. કળાશયના ઉદ્યોગ પેદાશને લગતા ઉદ્યોગો સિવાય ગુજરાતમાં કેટલેક ઠેકાણે કળા કૌશલ્યના ઉદ્યોગો આવેલા છે. આ ઉદ્યોગો મેટા પાયા પર ચાલતા નથી. માત્ર કારીગરે કેવળ પિતાના ઘરમાં રહીને કળાકૌશલ્યની બનાવટો બનાવે છે અને મોટાં શહેરમાં વેચવા મોકલે છે. રેશમી કાપડ અને ભરતકામના ઉદ્યોગને માટે ગુજરાત ઘણું વખતથી પ્રખ્યાત છે. ખાસ કરીને સુરત, જામનગર અને ભુજમાં આ ઉદ્યોગ હજુ ચાલે છે, પરંતુ પહેલાના જેવી જાહોજલાલી રહી નથી. પરદેશમાં ગુજરાતનું રેશમી કાપડ ચાહી ચાહીને મંગાતું; પણ એ દિવસ હવે ગયા છે અને આ દેશી કાપડને ઉપયોગ ઓછો થઈ ગયો છે. યુરોપ અને જાપાનના સસ્તા પણ ઓછા ટકાઉ રેશમી ભાલે દેશી ઉદ્યોગને ઘણું હાનિ કરી છે. સુરત, ભૂજ, જામનગર અને ખંભાતમાં આ ઉદ્યોગ કેન્દ્રિત થયેલો છે, તેનું કારણ એ છે કે ઘણા લાંબા વખતથી કુશળ કારીગરે એ ધંધામાં રોકાયેલા છે. ત્યાં આગળ રેશમ પાકતું નથી, તેમ જ કંઈ કુદરતી અનુકૂળતા પણ નથી. હાલના યાંત્રિક અને હરીફાઈના યુગમાં રાજ્યની સંગીન મદદ વિના રેશમને ઉદ્યોગ ખીલી નીકળે તેમ નથી. ૧. સુરતમાં કીનખાબ, ભરતકામ વગેરેની ૫,૫૦૦ શાળે છે અને દરરોજ આશરે રૂા. ૧૫,૦૦૦ નો માલ તૈયાર થાય છે. હાથવણાટના ઉદ્યોગ વિષે શ્રીયુત તેલંગ લખે છે કે “વણકરોની આર્થિક દશા ઘણી ખરાબ છે. તેઓ સુતર, રેશમ કે કાપડના વેપારીઓના ઘણું દેવાદાર બનેલા છે. આ વેપારીઓ તેમને રેશમ વગેરે ઉધાર આપે છે અને દેવા પેટે તૈયાર માલ લે છે. આથી અભણ કારીગરોને પેટ પૂરતું વેતન મળે છે–Report on the Handloom Weaving Industry in Bombay Presidency by S. V. Telang-vide Census. of Bombay Presidency ( Report) pp. 264 -265. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034835
Book TitleGujaratnu Prakritik ane Vyapari Bhugol Vigyan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Girdharlal Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1937
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy