________________
પેદાશ અને ઉદ્યોગ
[ ૮૩
સારી પ્રગતિ કરી છે. કાઠીયાવાડમાં ખાસ કરીને જાફરાબાદ અને ગિર આગળ માખણુ ખનાવવાના ઉદ્યોગ સ્થાપી શકાય તેમ છે. ગુજરાત અને કાઠીયાવાડમાં ધાસચારો પુષ્કળ છે, પણ ધરમપુર રાજ્યની માર્કક અન્ય જગ્યાએ ઢારની એલાદ સુધારવાના પ્રયાસ થાય તા તેમનાં દૂધની પેદાશ ઘણી વધે તેમ છે. તે સાથે માખણુ અનાવવાના ઉદ્યોગને પણ અપ્રતિમ ઉત્તેજન મળવા સંભવ છે.
પશ્ચિમના દેશામાં માંસથી ખીજે નંબરે ચામડાંની પેદાશ ગણાય છે અને તેના ઉદ્યોગ પણ ત્યાં ઘણા ખીલેલા છે. હિન્દુસ્તાનમાં ખાસ કરીને મોટાં શહેરા આગળ કે જ્યાં કત્લખાનાં આવેલાં છે ત્યાં ચામડાં પકવવાના ઉદ્યોગ ચાલે છે. તે સિવાય ખીજી જગ્યાએ ઢાર જેમ મરે તેમ ચામડાં પકવવાના ધંધા ચમાર લાકા કરે છે. ગુજરાતમાં પણ ચામડાં બનાવવાનાં કારખાનાં હજુ સ્થપાયાં નથી. માટે ભાગે ચામડાં કાચી સ્થિતિમાં બહાર નિકાશ થાય છે. આ ઉદ્યોગને ખીલવવાને માટે કાઠીયાવાડમાં ગિર અને ખરડાના જંગલવાળા પ્રદેશમાં કે જ્યાં ઢારા જથ્થાબંધ ઉછેરાય છે ત્યાં અનુકૂળતા છે, પણ તે સબંધી વ્યવસ્થિત તપાસ કરવામાં આવી નથી.
પ્રાણીઓની અને મુખ્યત્વે કરીને ધેટાં કે બકરાંનાં ઊનની પેદાશ ઉપર ગરમ કાપડ બનાવવાના ઉદ્યોગના આધાર રહે છે. ગુજરાતમાં ઊનની પેદાશ છે, પણ તેના માટેા ભાગ બહાર નિકાશ થાય છે. જે ઊન છે તેની જાત ઘણી ઉતરતી છે અને વધારામાં ભરવાડે! ઊનને માટે જોઇએ તેટલી કાળજી રાખતા નથી. સુતરાઉ કાપડ બનાવવાની જેમ હજી ગરમ કાપડ બનાવવાના ઉદ્યોગ મેાટા પાયા પર સ્થપાયા નથી. કાઠીયાવાડમાં અને વડાદરા રાજ્યમાં તાજેતરમાં ગરમ કાપડ બનાવવાનાં કારખાનાં શરૂ થયાં છે. ધેટાં અને ખકરાંની એલાદ સુધારવામાં આવે તેા દર ધેટા કે બકરા દીઠ વધારે ઊન ઉતરે તેમ છે. આથી ખ્યાલ આવશે કે પ્રાણીની પેદાશને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com