________________
[ ૧૭ ] કહેવું અને તેઓને બે ટંક જમાડીને રજા અપાવવી. તે સિવાય બીજ સગાં-સંબંધીને સમુરતામાં સોંડાડવાં નહિં.
(૪૬) વેશવાળ કર્યા પછી પરણેતર સુધીમાં એક વર્ષો હતાસણીને હરડે અને બીજા વર્ષે દિવાળીની માટલી આપવી. એટલે એક જ વર્ષમાં બને આપવાં નહિં.
(૪૭) હુતાસણીને હાડો પહેલા કરવામાં આવે તેમાં શ્રીફળ બે તથા સાકર શેર સવાપાંચ-હારડા તથા મેવા બદલ આપવાં. ને તેમાંથી સાકર શેર અઢી કન્યાવાળાએ વરવાળાને પાછી મોકલવી. હારડે કે મે બીલકુલ આપવાં નહિ.
(૪૮) બીજી વખતના હારડામાં હારડા તથા મેવા બદલ સાકર શેર અઢી મોકલવી. તેમાંથી કન્યાવાળાએ પાછી મોકલવી નહિં.
(૪૯) દિવાળીની માટલી નિમિત્તે પણ ઉપર પ્રમાણે પહેલી વખત સાકર શેરપા અને પછીથી શે. રા મુજબ લેવી-દેવી.
(૫૦) ઓઢવાનું લુગડું ફકત હુતાસણના હારડા વખતે મેકલવું. દિવાળીની માટલી વખતે મોકલવું નહિ. આ પ્રમાણે પરણેતર સુધીમાં જે લુગડાં દેવાય તેમાં ફકત એક વખત રેશમી ઓઢણી આપવી, બાકીના વખતે સુતરાઉ લુગડું આપવું.
(૫૧ ) મોટી ઉમરની કન્યાનું કેશવાળ થાય અને એક વર્ષમાં પરણેતર થાય તે હેળીના હારડામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com