________________
[ ૨૬ ] (૪૦) બહારગામ સમુરતું ચડાવવા જતી વખતે વધારેમાં વધારે બે માણસોએ જવું. અને તેમને વધારેમાં વધારે ચાર દિવસ રાખીને રજા આપવી. સગા સંબંધીનાં નેતરાં નીમિતે પણ વધારે રોકવા નહિ. સમુરતામાં આવનાર માણસોની સંખ્યામાં બાર વર્ષથી નાની ઉમરનાં છોકરાં ગણાશે નહિ, પરંતુ તેમાં જમાઈને સમુરતા વખતે લાવવાનો પ્રતિબંધ છે.
(૪૧) ગામમાં ને ગામમાં સમુરતુ ચડાવવામાં પણ ઉપર પ્રમાણે બે માણસે જવું અને તેને એક ટંક જમાડીને રજા આપવી.
(૪૨) સમુરતાં લઈને આવનારે ભાતું કાઢવાનું નથી, પરંતુ વિદાય વખતે કન્યાવાળાએ ભાતામાં લાડવા પંદર નાખવા અને વરવાળાએ ભાતાની થાળીમાં રૂા. અડધે મૂકો. આ પ્રસંગે કન્યાવાળાના સગા સંબંધી તરફથી ભાતું આવે તે તેની થાળીમાં કાંઈ પણ મુકવું નહિ.
(૪૩) ગામમાં ને ગામમાં સમુરતું ચડાવવાનું હોય તે તે પ્રસંગે ભાતું આપવું-લેવું નહિ.
(૪૪) સમુરતાનાં લુગડાં ચડાવવાના પ્રસંગમાં ઉપરના ઠરાવ ઉપરાંત કઇ પણ શમ્સ હોંશના કારણુથી કંઇ પણ લેવું દેવું નહિં. તેમજ કન્યાને ખેળે બેસાડવાને રિવાજા બંધ કરવામાં આવે છે.
(૪૫) પરગામથી સમુરતાં ચડાવવા આવનારે તે ગામમાંથી પોતાની કુંવારી વહુ, કુંવારા જમાઈ અને પોતાના ભાણેજ કે સગાભાઈ ભત્રીજાને જમવાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com