________________
દેવી શ્રી શત્રુંજય તીર્થના રક્ષણ કરનારા થયા. - શ્રી શત્રુંજય મહાસ્યમાં કહ્યું છે કે “જે જે દેશમાં કે નગરમાં શ્રી જિનેશ્વર પ્રભુની પ્રતિષ્ઠા થાય, તે તે દેશમાં કે નગરમાં રેગ, દુકાળ કે વિરભાવ ઉત્પન થતા નથી.” :
ભરત મહારાજાએ આ અવસર્પિણુમાં શ્રી સિદ્ધગિરિજીને પહેલે ઉદ્ધાર કરાવ્યો. છેલ્લે ભરતમહારાજા આરિસાભવનમાં કેવળજ્ઞાન પામી, દેએ આપેલે સાધુવેશ ગ્રહણ કરી પૃથ્વી ઉપર વિચરી, આયુષ્ય પૂર્ણ થયે મેક્ષમાં ગયા.
દંડવીય રાજાએ કરાવેલો બીજો ઉદ્ધાર
ભરત મહારાજાના મિક્ષગમન બાદ છ કેટી પૂર્વ પસાર થયા તે વખતે તેમના વંશમાં આઠમા રાજા દંડવીર્ય નામના થયા. તે શ્રી અષભદેવ પ્રભુ ઉપર દઢભક્તિવાળા હતા.
એકવાર દંડવીર્યરાજા શ્રી સંઘસહિત શ્રી સિદ્ધગિરિજીના યાત્રા માટે પ્રયાણ કરતાં કાશ્મીર દેશ છોડીને આગળ વધતા વચમાં બે પર્વતોએ માર્ગ સંધલ જણાતા, દંડવીર્ય રાજાએ ઉપદ્રવ કરનાર દેવતાને વશ કરી આગળ પ્રયાણ કરતાં કરતાં ભરત મહારાજની જેમ શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરી.
દંડવીરાજા વગેરેએ શ્રી કષભદેવ ભગવંતને પ્રતિમા, પગલા, રાયણવૃક્ષ વગેરેની ત્રણ ત્રણવાર પૂજા કરી. ત્યારબાદ દેવપૂજા, સંઘપૂજા તથા મહત્સવ વગેરે શુભ કાર્યો કર્યા.
શ્રી રાષભદેવ પ્રભુના જીર્ણ થઈ ગયેલા પ્રાસાદો જોઈ દંડવીર્ય રાજાને મંદિરને ઉદ્ધાર કરવાની ભાવના થઈ. ઈન્દ્રની આજ્ઞા મેળવી શ્રી શત્રુંજય તીર્થને- ઉદ્ધાર કરાવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com