________________
૨૭ જે જે મહાનુભાવ મુનિઓને અહિં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, તેમજ નિર્વાણ પ્રાપ્ત થયું છે, તે સર્વને વંદન કરવાનું ફળ શ્રી પુંડરીક ગિરિરાજને ભાવસહિત વંદન કરતાં પ્રાપ્ત થઈ શકે છે.
૨૮ અન્ય તીર્થોમાં ઉગ્ર તપસ્યા તથા બહાચર્ય વડે જે ફળ પ્રાપ્ત થાય છે, તે ફળ શ્રી શત્રુંજય ગિરિ૫૨ પ્રયત્નપૂર્વક વસવા માત્રથી જ પ્રાપ્ત થાય છે.
૨૯ એક કોડ મનુષ્યને ઇચ્છિત આહારનું ભજન કરાવવાથી જે પુણ્ય થાય છે, તેટલું પુણ્ય શત્રુંજય તીર્થમાં એક ઉપવાસ કરવાથી જ પ્રાપ્ત થાય છે.
૩૦ સ્વર્ગમાં, પાતાલમાં અને મનુષ્યમાં જે કંઈ નામ માત્રથી પણ તીર્થ છે, તે સર્વે તીર્થોને માત્ર પંડરીકગિરિને વંદન કરવાથી જોયા સમજવા. અર્થાત્ શત્રુંજય તીર્થનું વંદન કરવાથી સર્વ તીને વંદન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે.
૩૧ અષ્ટાપદ પર્વત, સમેતશિખરજી, પાવાપુરી, ચંપાપુરી અને ગિરનાર તીને વંદવાથી જે પુણ્ય થાય તે કરતાં સોગણું પુણ્ય શ્રી શત્રુંજય તીર્થને વંદન કરવાથી
થાય છે.
૩૨ આ તીર્થરાજને વિષે પૂજા કરવાથી એક ગણું પુણ્ય થાય છે. પ્રતિમાનું સ્થાપન કરવાથી (પ્રતિમા બેસા ડવાથી ) સેગણું પુણ્ય થાય છે. જિનભુવન કરાવવાથી હજારગણું પુણ્ય થાય છે. અને એ તીર્થનું પાલન (રક્ષણ) કરવાથી અનંતગણું પુણ્ય થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com